જૉનસન એન્ડ જૉનસનની સિંગલ ડોઝ વેક્સીનને ભારતમાં મંજૂરી, સરકારે આપી જાણકારી

પ્રતીકાત્મક તસવીર.

Johnson & Johnson's single dose vaccine: EUA માટે અરજી કરતી વખતે કંપનીએ કહ્યુ હતુ કે આ એક પડાવ હશે, જે ભારત અને દુનિયાના લોકો સુધી કોવિડ-19 સિંગલ ડોઝ વેક્સીન લાવવાનો રસ્તો તૈયાર કરશે.

  • Share this:
    નવી દિલ્હી: અમેરિકાની ફાર્મા કંપની જૉનસન એન્ડ જૉનસન (Johnson & Johnson)ની સિંગલ ડોઝ કોવિડ-19 રસી (Single dose corona vaccine)ને ભારતમાં ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. ભારતમાં મંજૂરી મેળવનાર આ પાંચમી રસી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandavia)એ આ અંગેની જાણકારી આપી છે. ગત ગુરુવારે કંપનીએ નિવેદન જાહેર કર્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતમાં સિંગલ ડોઝ વેક્સીનના ઇમરજન્સી યૂઝ ઑથોરાઇઝેશન (EUA) માટે અરજી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ભારતમાં કોવિશિલ્ડ (Covishield) કોવેક્સીન (Covaxin), સ્પુતનિક-V (Sputnik-V) અને મૉડર્ના (Moderna)ના ઇમરજન્સી ઉપોગને મંજૂરી મળી ગઈ છે.

    સ્વાસ્થ્ય મંત્રીએ ટ્વીટ કર્યું છે કે, "ભારતે પોતાની રસીની ટોપલી વધારી લીધી છે! જૉનસન એન્ડ જૉનસનની સિંગલ ડોઝ કોવિડ-19 વેક્સીનને ભારતમાં ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. હવે ભારત પાસે પાંચ EUA વેક્સીન છે." માંડવિયાએ વધુમાં લખ્યું છે કે, "આ કોવિડ-19 વિરુદ્ધ ભારતની સંયુક્ત લડાઈને આગળ વધારશે"

    EUA માટે અરજી કરતી વખતે કંપનીએ કહ્યુ હતુ કે આ એક પડાવ હશે, જે ભારત અને દુનિયાના લોકો સુધી કોવિડ-19 સિંગલ ડોઝ વેક્સીન લાવવાનો રસ્તો તૈયાર કરશે. આ પહેલા કંપનીએ કહ્યું હતુ કે જૉનસન એન્ડ જૉનસન વૈશ્વિક સ્તરે આપૂર્તિ માટે બાયોલૉજિકલ ઈ મોટી ભૂમિકા નિભાવશે.

    આ પણ વાંચો: ભૂતે સુરક્ષા ગાર્ડ પર કર્યો હુમલો, કોલંબિયાના એક મેયર શેર કર્યો વીડિયો 

    ખાસ વાત એ છે કે જૉનસન એન્ડ જૉનસનની આ વેક્સીનને ખૂબ ઓછા તાપમાનમાં રાખવાની પણ જરૂર નથી પડતી. સાથે જ એવું પણ કહેવાય છે કે એક જ ડોઝમાં રસી તેની અસર બતાવવા લાગે છે. કંપનીએ વેક્સીનમાં એડીનોવાયરસનો ઉપયોગ કર્યો છે. રસી શરીરમાં ગયા બાદ સેલ કોરોના વાયરસ પ્રોટીન તૈયાર કરે છે. જે બાદમાં પ્રોટીન કોરોના વાયરસનો સામનો કરવા માટે ઇમ્યૂન સિસ્ટમની મદદ કરે છે.

    2022ની શરૂઆતમાં આવી શકે છે બાળકો માટેની રસી

    સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના સીઈઓ આદર પુનાવાલાએ શુક્રવારે જણાવ્યું હતું કે, તેમની કંપની તરફથી ઉત્પાદિત કોવેક્સિન રસી ઓક્ટોબરમાં લોંચ કરવામાં આવશે. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, 2022ના પ્રથમ ક્વાર્ટરમાં બાળકો માટેની રસી આવી જવાની સંભાવના છે.
    Published by:Vinod Zankhaliya
    First published: