Home /News /national-international /

સૉરી રાહુલ! કોકા-કોલાનો શોધક શિકંજી નહોતો વેચતો

સૉરી રાહુલ! કોકા-કોલાનો શોધક શિકંજી નહોતો વેચતો

    રાકા મુખરજી

    ગરમીમાં લોકો શિકંજી પીતા નજરે પડે છે. સોમવારે રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં લોકોને માહિતી આપતા કહ્યું કે કોકા-કોલા અને તમે જે શિકંજી પીવો છો તેના વચ્ચે એક સંબંધ છે. જોકે, રાહુલ ગાંધીના નિવેદનથી વિપરિત વાત કરીએ તો કોકા-કોલાની શોધ અમેરિકાના રસ્તા પર લાગેલા સ્ટોલમાં એક સ્ટીલના ગ્લાસમાં નહોતી થઈ.

    દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં ઓબીસી સંમેલનને સંબોધિત કરતા કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું કે કોલડ્રિંક્સ બ્રાન્ડ કોકા-કોલાનો શોધક શિકંજી વેચતો હતો. કેવી રીતે? રાહુલે કહ્યું- "તે પાણીમાં ખાંડ ઉમેરીને તેને વેચતો હતો."

    ગૂગલ પર થોડું સર્ચ કરવામાં આવે તો માલુમ પડે છે કે કોકા-કોલાની શોધ કરનાર એક ફાર્માસિસ્ટ હતો. જોન સ્ટિથ પેમ્બર્ટન એટલાન્ટામાં ફાર્માસિસ્ટ હતા. જેમણે આપણને ખૂબ જ ભાવતી કોકા-કોલાનું શરૂઆતના વર્ઝનની શોધ કરી હતી. કોકા અને કોકા વાઇન સાથે પ્રયોગ કરતી વખતે તેમણે એક ડ્રિંક તૈયાર કર્યું હતું, જેમાં કોલા નટ અને દામિયાના (Turnera diffusa)નો અર્ક સામેલ હતો.

    વાંચોઃ 'કોકા-કોલાનો સ્થાપક શિકંજી વેચતો હતો': ફરી ટ્વિટર પર ટ્રોલ થયા રાહુલ ગાંધી

    આખરે તેમણે આ સ્વાદયુક્ત સિરપનું એવું સ્વરૂપ તૈયાર કર્યું હતું જેમાં આલ્કોહોલ ન હતું. તેઓ આને પોતાના પાડોશમાં આવેલી ફાર્મસીમાં લઇ ગયા હતા અને કાર્બોનેટેડ પાણી સાથે તેનું મિશ્રણ કર્યું હતું. બાદમાં તેનું પરીક્ષણ થયું હતું અને તેને માન્યતા મળી ગઈ હતી.

    કાર્બોનેટેડ સિરપ અને પાણીના મિશ્રણનો એક ગ્લાસ પાંચ સેન્ટમાં વેચવામા આવતો હતો. આ પીણાના 'સ્વાદિષ્ટ અને તાજુ' કહીને વેચવામાં આવતું હતું. ડો. પેમ્બર્ટનના સાથી અને તેમનો હિસાબ કિતાબ રાખનાર ફ્રેન્ક એમ. રોબિન્સનને આ પીણાને કોકા-કોલા નામ આપવાનો શ્રેય જાય છે. કોકા-કોલા માટે પ્રથમ જાહેરાત એટલાન્ટા જર્મલમાં બતાવવામાં આવી હતી. લોકોના આ લોકપ્રીય સોડાને પીવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે, કોકા-કોલા સફળ થાય તે પહેલા જ તેમના શોધકનું મોત થઈ ગયું હતું. તેમણે પોતાના મોત પહેલા તેના શેર વેચી દીધા હતા, અને ત્યારથી આ પીણું કોકા-કોલા બ્રાન્ડ તરીકે પ્રસિદ્ધ અને વિકસિત થયું હતું.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Mcdonalds, રાહુલ ગાંધી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन