Home /News /national-international /જો બાયડેનની ચીનને ચેતવણી, યુક્રેન વિરુદ્ધ રશિયાની મદદ કરવા બદલ ભોગવવા પડશે ગંભીર પરિણામ

જો બાયડેનની ચીનને ચેતવણી, યુક્રેન વિરુદ્ધ રશિયાની મદદ કરવા બદલ ભોગવવા પડશે ગંભીર પરિણામ

જો બાયડેને ચીનની આપી ધમકી

જો બાયડેને કહ્યું કે તેઓ ચીનને ધમકી નથી આપી રહ્યા, પરંતુ તેમણે સ્પષ્ટ કર્યું કે શી જિનપિંગ રશિયાને મદદ કરવાના સંભવિત પરિણામોને સમજે છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે ચીન યુરોપિયન દેશો સાથે મજબૂત આર્થિક સંબંધો વિકસાવવા માંગે છે.

    યુનાઇટેડ સ્ટેટ્સના પ્રમુખ જો બાયડેને ચેતવણી આપી છે કે જો ચીન યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાને સાથ આપશે તો તેના આ પગલાના ગંભીર પરિણામો ભોગવવા પડશે. જો બાયડેને કહ્યું કે તેમણે તેમના ચીની સમકક્ષ શી જિનપિંગને સ્પષ્ટ કરી દીધું છે કે જો ચીન રશિયાને મદદ કરશે તો તેને ગંભીર આર્થિક પરિણામોનો સામનો કરવો પડશે.

    ચીન દ્વારા રશિયાને સહાય પૂરી પાડવાની સંભાવના પર, જો બાયડેને કહ્યું કે તેણે ગયા અઠવાડિયે શી જિનપિંગ સાથે આ વિષય પર "ખૂબ સીધી વાતચીત" કરી હતી. બ્રસેલ્સમાં નાટો સમિટ અને ગ્રૂપ ઓફ સેવનની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે યુક્રેન પર રશિયન આક્રમણ પર આ ટિપ્પણી કરી હતી.

    આ પણ વાંચો - Deltacron Variant: જાણો, કેટલો ખતરનાક છે કોરોનાનો નવો વેરિઅન્ટ ડેલ્ટાક્રોન?

    જો ચીન રશિયાને મદદ કરશે તો પશ્ચિમ સાથેના સંબંધો બગડશે


    જો બાયડેને કહ્યું કે તેઓ ચીનને ધમકી આપી રહ્યા નથી, પરંતુ તેમણે સ્પષ્ટ કર્યું કે શી જિનપિંગ રશિયાને મદદ કરવાના સંભવિત પરિણામોને સમજે છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે ચીન યુરોપિયન દેશો સાથે મજબૂત આર્થિક સંબંધો વિકસાવવા માંગે છે. જો બાયડેનના જણાવ્યા મુજબ, તેમણે શી જિનપિંગને કહ્યું હતું કે રશિયાની મદદ કરીને, તેઓ તેમના ઉદ્દેશ્યોને મોટા જોખમમાં મૂકશે, જો હકીકતમાં તેને અનુસરવુ હશે તો.

    આ પણ વાંચો - Birbhum violence: બીરભૂમ હિંસા મામલે મમતા બેનર્જીએ પોતે કરાવી TMC નેતાની ધરપકડ

    બાયડેન રશિયાને G20માંથી બહાર કરવા માંગે છે


    જો બાયડેને આગળ કહ્યું, "મને લાગે છે કે ચીન સમજે છે કે તેનું આર્થિક ભાવિ રશિયા કરતાં પશ્ચિમના દેશો સાથે વધુ નજીકથી જોડાયેલું છે. તેથી હું આશા રાખું છું કે તે આ બાબતમાં સામેલ નહીં થાય. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેને એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે તેઓ ઈચ્છે છે કે રશિયાને G-20માંથી બહાર ફેંકી દેવામાં આવે. તમને જણાવી દઈએ કે G-20 યુરોપિયન યુનિયન અને અન્ય 19 દેશોનું એક મંચ છે, જે મોટા વૈશ્વિક મુદ્દાઓ પર કામ કરે છે.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Joe biden, Russia and Ukraine War, Russia news, Russia ukrain crisis

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन