અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ જો બાઇડને સોમવારે નાણાં મંત્રીના પદ જેનેટ યેલેન અને વ્હાઇટ હાઉસના શીર્ષ પદ મેનેજ અને બજેટ કાર્યાલયના ડાયરેક્ટરના રૂપમાં ભારત-અમેરિકી નીરા ટંડનના નામ પર મોહર લગાવી છે. અમેરિકી સીનેટથી તેની પુષ્ટી થતા જ 74 વર્ષીય યેલન 231 વર્ષના અમેરિકાના ઇતિહાસમાં પહેલી નાણાંમંત્રી બનશે. અને જો અમેરિકી સીનેટમાં આ પદ માટે ટંડન જેની ઉંમર 50 વર્ષની છે તેના નામની પુષ્ટી થિ જાય તો તે વ્હાઇટ હાઉસમાં ઓએમબીની પ્રમુખ બનનારી પહેલી અશ્વેત મહિલા બનશે. ટંડન વર્તમાન વામપંથી વિચારો વાળા સેન્ટર ફોર અમેરિકન પ્રોગ્રેસની મુખ્ય કાર્યકારી અધિકારી છે.
બિડેને તેની સિનિયર પ્રેસ ટીમમાં ફક્ત મહિલાઓને જ સ્થાન આપ્યું છે. અમેરિકાના ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે. જ્યારે કોઈ રાષ્ટ્રપતિની આખી પ્રેસ ટીમમાં ખાલી મહિલાઓ જ હોય. આ ટીમનું નેતૃત્વ બિડેનના અભિયાનના પૂર્વ ડેપ્યુટી કમ્યુનિકેશન્સ ડિરેક્ટર કેટ બેડિંગફિલ્ડ કરશે. બિડેને વચન આપ્યું છે કે તેઓ તેમના વહીવટમાં વિવિધતા લાવશે જે દેશની વિવિધતાને પ્રતિબિંબિત કરશે. તમને જણાવી દઈએ કે જેન સાકી, જે પ્રમુખ બરાક ઓબામાના કાર્યકાળ દરમિયાન વ્હાઇટ હાઉસના કમ્યુનિકેશન્સ ડિરેક્ટર હતા, તેઓ બિડેનના પ્રેસ સેક્રેટરી રહેશે.
બિડેને એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે અમેરિકાના લોકો સાથે સીધો અને સાચો સંદેશાવ્યવહાર રાખવાની રાષ્ટ્રપતિની જવાબદારી છે. અમેરિકન લોકો સાથે વ્હાઇટ હાઉસને જોડવાની જવાબદારી આ ટીમની છે. મને વિશ્વાસ છે કે તે આમાં ખરા ઉતરશે. ટીમના લાયક અને અનુભવી કમ્યુનિકેટર્સ વિવિધ પાસાઓ પર કામ કરશે. બધા ફરીથી અમેરિકાને વધુ સારું બનાવવાના મિશનમાં જોડાશે. કમલા હેરિસ પાસે બે મુખ્ય પ્રેસ અધિકારી સિમોન સેન્ડર્સ અને એશલી ઇટિની હશે. પ્રેસ ઓફિસને કેબિનેટની પોસ્ટ્સની જેમ સેનેટની મંજૂરીની જરૂર હોતી નથી.
અમેરિકામાં પહેલીવાર કોઈ મહિલા નાણાં પ્રધાન બનવા જઈ રહી છે. 74 વર્ષીય જેનેટ, સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વના વડા રહી ચૂક્યા છે. યેલનને આર્થિક બાબતોની ઊંડી સમજ છે. નિષ્ણાતો માને છે કે તે બિડેનની આર્થિક નીતિઓને આકાર આપવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.
તે 2014 થી 2018 દરમિયાન ફેડરલ રિઝર્વની વડા રહી ચૂકી છે. આ પહેલા તે 1997 થી 1999 સુધી વ્હાઇટ હાઉસની આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ પણ હતી.
નીરા ટંડન, હિલેરી ક્લિન્ટનના 2008 ના રાષ્ટ્રપતિ અભિયાન માટે નીતિ નિયામક તરીકે સેવા આપી હતી. આ પહેલા, તેમણે ક્લિન્ટનની સેનેટ ઓફિસમાં નાયબ નિયામક અને નાયબ અભિયાન મેનેજર તરીકે કામ કર્યું હતું. તેમણે બિલ ક્લિન્ટન વહીવટમાં વરિષ્ઠ નીતિ સલાહકાર તરીકે પણ કામ કર્યું હતું.
Published by:Chaitali Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર