વોશિંગ્ટન : જો બાઇડેન (Joe Biden)થોડા જ કલાકોમાં અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બની જશે. માનવામાં આવે છે કે રાષ્ટ્રપતિ બનતા જ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનના ઘણા નિર્ણયો તાત્કાલિક બદલી નાખશે. આમ તે પોતાના પ્રચાર ભાષણો દરમિયાન પણ કહેતા રહ્યા હતા. રિપોર્ટ પ્રમાણે પ્રથમ દિવેસે જ ટ્રમ્પ (Donald Trump)પ્રશાસન દ્વારા મુસ્લિમ મેજોરિટી વાળા દેશો પર લગાવેલા ટ્રાવેલ પ્રતિબંધને ખતમ કરી શકે છે. આ સિવાય અમેરિકા-મેક્સિકો વચ્ચે બોર્ડર વોલ કંસ્ટ્રક્શને બંધ કરવાનો ઓર્ડર પણ બાઇડન પ્રશાસન દ્વારા આપવામાં આવી શકે છે.
સાથે ટ્રમ્પ દ્વારા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાંથી હટવાના નિર્ણયને પણ બાઇડન તરત બદલી નાખશે. ટ્રમ્પે મે 2020માં WHOમાંથી અલગ થવાની જાહેરાત કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ચીને WHOને ગુમરાહ કર્યું છે. ચીને હંમેશા ચીજો છુપાવી છે. કોરોના પર ચીને જવાબ આપવો જ પડશે. WHO પૂરી રીતે ચીનના નિયંત્રણમાં છે. જેથી તેનાથી નાતો તોડી રહ્યો છું.
શપથગ્રહણના પ્રથમ દિવસે બાઇડન કુલ 17 આદેશો પર હસ્તાક્ષર કરશે. કહેવામાં આવે છે કે પેરિસ ક્લાઇમેન્ટ એકોર્ડમાં ફરીથી સામેલ થવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ પર હસ્તાક્ષર કરી શકે છે. સાથે બધી સરકારી ઓફિસોમાં માસ્ક ફરજિયાત સંબંધિત નિર્ણય પણ કરી શકે છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર