Home /News /national-international /

Afghan Crisis: બાઇડને અશરફ ગની પર ઠીકરું ફોડ્યું, બોલ્યા- કઠિન હાલાતમાં અફઘાનિસ્તાન છોડીને ભાગી ગયા

Afghan Crisis: બાઇડને અશરફ ગની પર ઠીકરું ફોડ્યું, બોલ્યા- કઠિન હાલાતમાં અફઘાનિસ્તાન છોડીને ભાગી ગયા

બાઇડને કહ્યું કે મને મારા નિર્ણય પર કોઈ ખેદ નથી કે મેં અફઘાનિસ્તાનમાં અમેરિકાની લડાઈને સમાપ્ત કરી.

Joe Biden blames Afghan leaders: બાઇડને કહ્યું કે મને મારા નિર્ણય પર કોઈ ખેદ નથી કે મેં અફઘાનિસ્તાનમાં અમેરિકાની લડાઈને સમાપ્ત કરી

    વોશિંગટન. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન (Joe Biden)એ સોમવાર મોડી રાત્રે અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાન (Taliban)ના કબજા અને અમેરિકાની સેના (American Army)ના પુલ આઉટના મુદ્દા પર દેશને સંબોધિત કર્યો. અફઘાની નેતૃત્વ પર ઠીકરું ફોડતા બાઇડને કહ્યું કે પોતાના લોકોની ભલાઈ માટે એકજૂથ થવામાં અફઘાની નેતા નિષ્ફળ રહ્યા. જ્યારે સૌથી વધુ જરૂર હતી ત્યારે તેઓ પોતાના ભવિષ્ય માટે ઊભા ન રહી શક્યા. બાઇડને કહ્યું કે મને મારા નિર્ણય પર કોઈ ખેદ નથી કે મેં અફઘાનિસ્તાનમાં અમેરિકાની લડાઈને સમાપ્ત કરી.

    બાઇડને કહ્યું કે, અમે કયા હાલાતમાં અફઘાનિસ્તાથી સેના પરત બોલાવી, તે તમે બધા લોકો જાણો છો. અમારી સેના સતત લડવાનું જોખમ ન ઉઠાવી શકે. બાઇડને કહ્યું કે, 20 વર્ષ બાદ હું શીખ્યો છું કે અમેરિકાની સેના (અફઘાનિસ્તાનથી) પરત બોલાવવાનો યોગ્ય સમય ક્યારેય નહોતો. અમે જોખમ વિશે સ્પષ્ટ છીએ, આ અમારી અપેક્ષાથી ઘણું વધારે ઝડપથી સામે આવ્યું છે.

    આ પણ વાંચો, Afghanistan Crisis: અફઘાનિસ્તાનમાં સ્થિતિ બેકાબૂ, હવામાં ઉડતા પ્લેનથી 3 લોકો પટકાયા

    અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે કહ્યું કે, મને ખબર છે કે આ નિર્ણય માટે મારી ટીકા થશે પરંતુ મને દરેક ટીકા મંજૂર છે. હું તેને આગામી બીજા રાષ્ટ્રપ્રમુખ માટે નહોતો છોડી શકતો. અફઘાનિસ્તાનથી બહાર નીકળવાનો યોગ્ય સમય ક્યારેય નહોતો. ચાર રાષ્ટ્રપ્રમુખોના કાર્યકાળમાં ચાલતું રહ્યું અને મારા પાંચમા માટે આ છોડીને નહોતો જઈ શકતો. આપણે આપણા સૈનિકોને અનંત સમય સુધી કોઈ બીજા દેશના નાગરિકોના સંઘર્ષમાં ન ઉતારી શકાય. આપણે આ નિર્ણય લેવાનો જ હતો.

    આ પણ વાંચો, અફઘાનિસ્તાન છોડ્યા બાદ અશરફ ગનીનું પહેલું નિવેદન- દેશને લોહિયાળ જંગથી બચાવવા માટે ભાગ્યો, હવે Taliban કરે રક્ષા

    રાષ્ટ્રને નામ પોતાના સંબોધનમાં જો બાઇડને પુલ આઉટ ડીલનું ઠીકરું પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ના માથે ફોડ્યું. તેમણે વધુમાં કહ્યું કે, જો અફઘાન સેના લડવા માટે તૈયાર નહોતી તો અમેરિકનોને ત્યાં પોતાનો જીવ ગુમાવવાની જરૂર નહોતી. જો જરૂર હશે તો આતંકવાદની વિરુદ્ધ અફઘાનિસ્તાનમાં કડક કાર્યવાહી કરીશું.

    બાઇડને કહ્યું કે, 20 વર્ષ પહેલા અમે અફઘાનિસ્તાનમાં 11 સપ્ટેમ્બર, 2001ના રોજ હુમલાખોરોને પકડવાના લક્ષ્ય સાથે આવ્યા હતા. આપણે એવું પણ સુનિશ્ચિત કરવાનું હતું કે અલ-કાયદા ફરીથી અફઘાનિસ્તાનને બેઝ બનાવીને આપણી ઉપર હુમલો ન કરી શકે. આપણે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં પૂર્ણ પણે સફળ રહ્યા છીએ. આપણે અફઘાનિસ્તાનમાં અલ-કાયદાને સાફ કરી દીધું. આપણે ઓસામા બિન લાદેનને શોધી કાઢ્યો અને તેનો ખાતમો કરી દીધો.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Ashraf Ghani, Joe biden, અફઘાનિસ્તાન, અમેરિકા, તાલિબાન

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन