Home /News /national-international /

Ukraine Crisis: જો બાયડને 27 રશિયન ડિપ્લોમેટ્સને કાઢ્યા, યુક્રેનને NATOથી બહાર રાખવાની માંગ નામંજૂર

Ukraine Crisis: જો બાયડને 27 રશિયન ડિપ્લોમેટ્સને કાઢ્યા, યુક્રેનને NATOથી બહાર રાખવાની માંગ નામંજૂર

US પ્રમુખ જો બાયડને 27 રશિયન ડિપ્લોમેટ્સને બહાર કર્યા છે.

Ukraine Crisis: જો બાયડને (Joe Biden) યુક્રેન પર હુમલાની સ્થિતિમાં રશિયાને આકરા પરિણામો ભોગવવાની ચેતવણી પણ આપી છે. બાયડને કહ્યું કે જો રશિયા (Russia)એ યુક્રેન પર હુમલો કર્યો, તો તેઓ રશિયાની 85 હજાર કરોડ રૂપિયાની ‘નોર્ડ સ્ટ્રીમ 2’ ગેસ પાઈપલાઈનને અટકાવી દેશે.

વધુ જુઓ ...
    વોશિંગ્ટન. રશિયા-યુક્રેન (Russia-Ukraine conflict)ના વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને (US president Joe Biden) રશિયાના 27 ડિપ્લોમેટ્સને દેશ છોડવાનો આદેશ આપ્યો છે. વોશિંગ્ટનથી આ આદેશ જારી કરવા ઉપરાંત બાયડન સરકારે યુક્રેનને નાટો (NATO)માં સામેલ ન કરવાની રશિયન માંગ પણ ફગાવી દીધી છે.

    જો બાયડને યુક્રેન પર હુમલાની સ્થિતિમાં રશિયાને આકરા પરિણામો ભોગવવાની ચેતવણી પણ આપી છે. બાયડને કહ્યું કે જો રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો, તો તેઓ રશિયાની 85 હજાર કરોડ રૂપિયાની ‘નોર્ડ સ્ટ્રીમ 2’ ગેસ પાઈપલાઈનને અટકાવી દેશે. રશિયાની આ પાઈપલાઈનથી યુરોપને કુદરતી ગેસ સપ્લાય કરવાની યોજના છે.

    જર્મનીએ અમેરિકાનું સમર્થન કર્યું

    ખાસ વાત એ છે કે અત્યારસુધી નાટોથી અલગ થવાની અટકળોનો સામનો કરી રહેલા જર્મનીએ પણ અમેરિકાનું સમર્થન કર્યું છે. બીજી બાજુ, રશિયા અને યુક્રેને બંને દેશોની સીમા પર સીઝફાયર (યુદ્ધવિરામ) માટે પેરિસ મંત્રણા ચાલુ રાખવાની જાહેરાત કરી છે.

    આ પણ વાંચો: પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ ભારતમાં અસહિષ્ણુતા, અશાંતિ, અસુરક્ષા પર શું કહ્યું?

    રશિયા-યુક્રેન વિવાદનું કારણ

    રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. 24 ઓગસ્ટ 1991ના રોજ સોવિયેત સંઘથી યુક્રેન અલગ થયું. સોવિયત યુનિયનથી અલગ થયા બાદ યુક્રેનને પશ્ચિમી દેશોનું સમર્થન મળ્યું. 1949માં નાટોની સ્થાપના કરવામાં આવી હતી, જેનો હેતુ હતો કે તેની આસપાસના દેશો સોવિયત સંઘથી પોતાનો બચાવ કરી શકે.

    2014માં યુક્રેનમાં જે સરકાર હતી, તે મોટાભાગે રશિયાની સમર્થક હતી. આ કારણે યુક્રેને નાટોમાં ન જોડાવાનો નિર્ણય કર્યો. જોકે, NATOમાં ફરી સામેલ થવાની હિલચાલ તેજ થઈ ગઈ છે. યુક્રેનના બે ભાગો છે, પશ્ચિમ યુક્રેન અને પૂર્વીય યુક્રેન. પૂર્વીય યુક્રેનમાં મોટી સંખ્યામાં રશિયન સમર્થકો છે.

    આ પણ વાંચો: ચીને અરુણાચલ પ્રદેશમાંથી ગુમ થયેલા યુવકને ભારતીય સેનાને પરત કર્યો, વાંચો આખો ઘટનાક્રમ

    નિષ્ણાતોનું માનવું છે કે અત્યારે સ્થિતિ એવી છે કે અમેરિકાએ કહી દીધું છે કે તે સીધી રીતે યુદ્ધ નહીં કરે, પરંતુ રશિયા પર આર્થિક પ્રતિબંધોનો રસ્તો અપનાવવામાં આવી શકે છે. જો કે, જો યુએસ યુક્રેનને મોટી સૈન્ય સહાય પૂરી પાડે છે અથવા રશિયા પર મોટા પ્રતિબંધો લાદે છે, તો તે વિવાદ પેદા કરી શકે છે.

    અમેરિકાએ ડિપ્લોમેટ્સના પરિવારને યુક્રેન છોડવા કહ્યું

    રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધની શક્યતાને ધ્યાનમાં રાખતા અમેરિકા (US)એ પોતાના કેટલાક રાજદ્વારીઓના પરિવારોને યુક્રેનથી પાછા બોલાવી લીધા છે. અમેરિકાના વિદેશ વિભાગે પહેલા જ યુક્રેન માટે ‘લેવલ 4’ની એડવાઈઝરી જારી કરી છે, જેમાં અમેરિકાના નાગરિકોને કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસ મહામારી અને ‘રશિયાના વધી રહેલા જોખમ’ને ધ્યાનમાં રાખતાં યુક્રેનની યાત્રા ન કરો.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Joe biden, Russia, Ukraine, World News in gujarati

    આગામી સમાચાર