Home /News /national-international /

US Elections Result: જો બાઇડેન અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બનશે, ઇલેક્ટોરલ વોટની રેસમાં ટ્રમ્પને પછાડ્યા

US Elections Result: જો બાઇડેન અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બનશે, ઇલેક્ટોરલ વોટની રેસમાં ટ્રમ્પને પછાડ્યા

જો બાઇડેન અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બનશે, ઇલેક્ટોરોલ વોટની રેસમાં ટ્રમ્પને પછાડ્યા

રિપોર્ટ પ્રમાણે બેટલગ્રાન્ડ સ્ટેટ પેન્સિલેનિયામાં જીત પછી નક્કી થઈ ગયું છે કે બાઇડેન જ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બનશે

    વોશિંગ્ટન : જો બાઇડન (Joe Biden)અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બનશે. અમેરિકામાં થયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વોટોની ગણતરી પૂરી થઈ ગઈ છે. ન્યૂઝ એજન્સી APના મતે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર બાઇડને 284 ઇલેક્ટોરલ વોટથી પોતાના હરિફ ડોનાલ્ડ ટ્રમ્પને (Donald Trump)માત આપી છે. રિપોર્ટ પ્રમાણે બેટલગ્રાન્ડ સ્ટેટ પેન્સિલેનિયામાં જીત પછી નક્કી થઈ ગયું છે કે બાઇડેન જ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બનશે.

    અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે બહુમતનો આંકડો 270 છે. ફોક્સ ન્યૂઝના અત્યાર સુધીના આંકડા પ્રમાણે બાઇડનને કુલ 74,847,834 મતો મળ્યા છે. જે કુલ મતોના 50.6 ટકા છે. જ્યારે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને 47.7 ટકા વોટ શેર સાથે 70,591,531 વોટ મળ્યા છે.



    ચૂંટણીમાં જીત પછી બાઇડને ટ્વિટ કરીને અમેરિકાની જનતાનો આભાર વ્યક્ત કર્યો છે. બીજી તરફ ટ્રમ્પે ટ્વિટ કરીને કહ્યું છે કે મેં આ ચૂંટણી જીતી લીધી છે. ફિલાડેલ્ફિયામાં એક મોટી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે.

    આ પણ વાંચો - Today's Chanakya Exit Poll: ટુડેઝ ચાણક્યનો દાવો RJD+ ના ખાતામાં 180 સીટો, JDUના સૂપડા સાફ

    આ પહેલા ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તે ચૂંટણી સામે કોર્ટમાં જશે. ટ્રમ્પે ચૂંટણીમાં મોટા પાયે ગરબડીનો આરોપ લગાવ્યો છે. જોકે તે આ આરોપ માટે સાબિતી આપી શક્યા નથી. આવામાં ઘણી સમાચાર ચેનલોએ ટ્રમ્પની પ્રેસ કોન્ફરન્સનું લાઇવ પ્રસારણ વચ્ચે જ અટકાવી દીધું હતું. ટ્રમ્પનું પ્રચાર દળ પેન્સિલવેનિયા, મિશિગન, જ્યોર્જિયા અને નેવાડામાં કેસ કર્યો છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Donald trump, Joe biden, અમેરિકા

    આગામી સમાચાર