Home /News /national-international /

જો બાઈડન સાથે બેઠક કરશે જાપાનના PM કિશિદા, મહત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા

જો બાઈડન સાથે બેઠક કરશે જાપાનના PM કિશિદા, મહત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા

આ બેઠકમાં ખાસ કરીને યુએસ-જાપાન ગઠબંધનની તાકાતની ચર્ચા કરવામાં આવશે, જે હિન્દ-પેસિફિક અને સમગ્ર વિશ્વની શાંતિ અને સુરક્ષાનો આધાર છે

US-Japan Relation: આ બંને નેતાઓની બેઠક એશિયાઈ ક્ષેત્રની શાંતિ માટે પણ મહત્વની માનવામાં આવી રહી છે. ઉત્તર કોરિયા અને ચીનના કારણે આ ક્ષેત્રમાં અશાંતિ વધી ગઇ છે

ટોક્યો : અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન (Joe Biden), જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા (Japan PM Fumio Kishida) સાથે શુક્રવારે ઓનલાઈન બેઠક કરવાના છે. એક વરિષ્ઠ અધિકારીએ આ અંગે માહિતી આપી હતી. રશિયાની સાથે યુક્રેનને લઈને વધી રહેલા તણાવ વચ્ચે આ બેઠકનું મહત્વ પણ વધી ગયું છે. આ બેઠક વિશે વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, આ બેઠકમાં ખાસ કરીને યુએસ-જાપાન ગઠબંધનની તાકાતની ચર્ચા કરવામાં આવશે, જે હિન્દ-પેસિફિક અને સમગ્ર વિશ્વની શાંતિ અને સુરક્ષાનો આધાર છે.

અધિકારીના જણાવ્યા અનુસાર, શુક્રવારે થનારી આ મહત્વની બેઠકમાં બાઈડન અને કિશિદા એક સ્વતંત્ર હિન્દ પ્રશાંત અને મજબૂત કાયદા-આધારિત વ્યવસ્થા માટે તેમના વિઝનને આગળ વધારવાના પ્રયાસો પર ચર્ચા કરશે. વાસ્તવમાં આ સમયે સમગ્ર યુરોપ અને અમેરિકાને ડર છે કે, રશિયા ગમે ત્યારે યુક્રેન પર હુમલો કરી શકે છે. આ સમયે બોર્ડર પર પરિસ્થિતિ ખૂબ જ ખતરનાક છે.

તમામ દ્વિપક્ષીય મુદ્દાઓ પર કરશે વાત

વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે,”સામાન્ય જોખમોને પહોંચી વળવા દ્વિપક્ષીય જોડાણને વધુ ગાઢ બનાવવા અને કોવિડ-19 તેમજ જલવાયુ સંકટ જેવી સમસ્યાઓના નિરાકરણ વિશેની ચર્ચા કરશે.આ સિવાય નવી ટેક્નોલોજી અને સાયબર સુરક્ષા પર ભાગીદારી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી શકે છે.” અધિકારીએ જણાવ્યું હતું, કે જાપાન એક મહત્વપૂર્ણ ભાગીદાર છે અને બાઇડન પ્રશાસન માટે અમેરિકા-જાપાન ગઠબંધન સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

આ પણ વાંચો - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા સાબિત થયા, અમેરિકાના રાષ્ટ્રપતિને ઘણા પાછળ રાખ્યા

જો બાઈડનની યોશિહિદે સુગા સાથે મુલાકાત

કિશિદા નવેમ્બરમાં ચૂંટાયા હતા. બંને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત હશે. એપ્રિલમાં બાઈડન તાત્કાલિન વડા પ્રધાન યોશિહિદે સુગા સાથે રૂબરૂ મુલાકાત કરી હતી, જેઓ વાટાઘાટો માટે વોશિંગ્ટન આવ્યા હતા. આ બંને નેતાઓની બેઠક એશિયાઈ ક્ષેત્રની શાંતિ માટે પણ મહત્વની માનવામાં આવી રહી છે. ઉત્તર કોરિયા અને ચીનના કારણે આ ક્ષેત્રમાં અશાંતિ વધી ગઇ છે, તો બીજી તરફ ઉત્તર કોરિયા રોજબરોજ મિસાઈલ પરીક્ષણ કરી રહ્યું છે.

ઉત્તર કોરિયાએ આ વર્ષે મિસાઇલ પરિક્ષણ વધારી દીધુ છે. ક્યારેક તે દરિયામાં મિસાઈલ ફાયર કરે છે, તો ક્યારેક ટ્રેનમાંથી ફાયરિંગ કરી રહ્યા છે. જ્યારે ચીને (China-Japan Tensions) પાણીમાં તેની સૈન્ય ગતિવિધિઓ વધારી દીધી છે. તે આંતરરાષ્ટ્રીય નિયમોની પણ ચિંતા કરી રહ્યા નથી.
First published:

Tags: Joe biden, Ukraine

આગામી સમાચાર