ઇસ્લામાબાદ : અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને (Joe Biden) પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન (Imran Khan)સાથે ટેલિફોન સંપર્ક કરવાની અનિચ્છાથી નારાજ પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોઇદ યુસૂફે કહ્યું કે જો અમેરિકી નેતા દેશના નેતૃત્વની અનદેખી કરે તો ઇસ્લામાબાદ પાસે અન્ય વિકલ્પ છે.
ડોન અખબાર પ્રમાણે યુસૂફે ધ ફાઇનેંશિયલ ટાઇમ્સ ઓફ લંડનની સાથે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિએ આવા મહત્વપૂર્ણ દેશના પ્રધાનમંત્રી સાથે વાત કરી નથી. જેના વિશે અમેરિકા પોતે જ કહે છે કે અફઘાનિસ્તાન સહિત કેટલાક મામલામાં તે ઘણું મહત્વપૂર્ણ છે. અમે આ સંકેતને સમજી શકતા નથી.
તેમણે કહ્યું કે અમને દર વખતે કહેવામાં આવ્યું કે (ફોન પર) વાત થશે, આ ટેકનિક કારણ છે કે જે પણ હોય પણ સ્પષ્ટ રૂપથી લોકો તેના પર વિશ્વાસ કરતા નથી. જોકે તેમણે વિકલ્પો વિશે ખુલીને બતાવ્યું નથી. તેમણે કહ્યું કે જો એક ફોન કોલ મહેરબાની છે, જો સુરક્ષા સંબંધ પણ મહેરબાનીનો મામલો છે તો આવામાં પાકિસ્તાન પાસે અન્ય વિકલ્પ છે.
" isDesktop="true" id="1121556" >
જોકે અમેરિકી વિદેશ વિભાગે પાકિસ્તાનને આશ્વાસન આપ્યું કે અમેરિકા અફઘાનિસ્તાનમાં શાંતિ બહાલ કરવામાં પાકિસ્તાનની મહત્વપૂર્ણ ભૂમિકાને સ્વીકારે છે અને ઇચ્છે છે કે પાકિસ્તાન તે ભૂમિકા નિભાવે. અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઇસે કહ્યું કે પાકિસ્તાન પાસે મેળવવા માટે ઘણું છે અને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવતું રહેશે. સારા પરિણામને લઇને ભૂમિકા નિભાવવા માટે સારી સ્થિતિમાં હશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર