નવી દિલ્હી: દર વર્ષે મોટી સંખ્યામાં વિદેશ જનારા ભારતીય નાગરિકોને હવે પોતાના ખિસ્સામાં વધારે બોઝ આવશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનની સરકારે H1-B વીઝા માટે ફી વધારવાનો પ્રસ્તાવ લઈને આવ્યા છે.
આ પ્રસ્તાવમાં સૌથી વધારે ભારતીય પ્રોફેશનલ્સ પર પ્રભાવ પડશે, તેવી શંકા વ્યક્ત કરાઈ છે. કારણ કે, હવે તેમને વિદેશ જવા માટે વધારે પૈસા ખર્ચવા પડશે.યૂએસ સિટિજનશિંપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસેઝે બુધવારે પ્રસ્તાવ આપ્યો છે કે, એચ-1બી વીઝા માટે અરજી ફી 460 અમેરિકી ડોલરથી વધારીને હવે 780 અમેરિકી ડોલર કરવામાં આવી છે.
આ ઉપરાંત બાઈડેન પ્રશાસને એલ-1 કેટેગરી વીઝા માટે ફી 460 અમેરિકી ડોલરથી વધારીને 1385 અમેરિકી ડોલર કરવાની તૈયારીમાં છે તો વળી O-1 વીઝા માટે અરજી ફી 460 અમેરિકી ડોલરથી વધારીને 1055 અમેરિકી ડોલર કરવાનો પ્રસ્તાવ આપ્યો છે.
H1-B વીઝા એક બિન અપ્રવાસી વીઝા છે. આ વીઝા દ્વારા અમેરિકી કંપનીઓ વિદેશી કર્મચારીઓને યૂએસ બોલાવે છે. આ વીઝા દ્વારા અમેરિકી ટેક કંપનીઓ મોટા ભાગે ભારતીય અને ચાઈનીઝ ટેક પ્રોફેશનલ્સને હાયર કરે છે અને આ વીઝા દ્વારા તેમને પોતાના દેશમાં બોલાવે છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર