જોધપુર : રાજસ્થાન (Rajasthan)ના જોધપુરમાં યુવક (Jodhpur Murder)ની હત્યાનો સનસનીખેજ વીડિયો (Crime Video) સામે આવ્યો છે. વીડિયોમાં બે યુવકો છોકરાને છરી મારતા જોવા મળી રહ્યા છે. યુવકનું છરીના ઘા માર્યા બાદ ટૂંક સમયમાં મોત થયું હતું. ઘટના જોધપુર (Jodhpur)ના ભાડવસિયા વિસ્તાર (Bhadvasia Area)ની છે. જોધપુરમાં ગુનેગારોની હિંમત આ CCTVમાં જોઈ શકાય છે. જ્યાં યુવકની છરીથી ખુલ્લેઆમ હત્યા (Murder) કરવામાં આવે છે.
એક યુવાન શહેરના ભાડવસિયા વિસ્તારમાં જઈ રહ્યો હતો. તેણે બે બાઇક સવારો સાથે કઈંક વાત કરી, પરંતુ બાઇક સવારો આગળ નીકળી ગયા. થોડા સમય પછી બાઇક સવાર પાછો આવે છે. બંને યુવાનો વચ્ચે ઝઘડો થઈ જાય છે. આ વિવાદ બાદ બાઇક સવાર યુવક નીચે ઉતર્યો હતો અને પોતાની પાસે રહેલી છરી કાઢી અને ચાલતા જઈ રહેલા યુવકની જાંઘ પર એવી રીતે ઘા માર્યા કે, યુવક પછી ઉભો જ ન થઈ શક્યો. લોહીની ધાર પગમાંથી છૂટી પડી, અને પીડિત યુવક ગભરાઈ જ ગયો.
બીજી વ્યક્તિએ લોહી રોકવાનો પ્રયત્ન કર્યો
જોકે ચાલતા જતા અન્ય એક વ્યક્તિએ તેના પગ પર કપડુ બાંધીને લોહી રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વધુ પડતા રક્તસ્રાવને કારણે તે યુવાન ત્યાં જ પડી ગયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં તેનું મૃત્યુ થઈ ગયું હતું. મહામંદિર વિસ્તારની પોલીસે મૃતદેહને શબગૃહમાં રાખ્યો છે અને મૃતદેહની ઓળખ માટે પ્રયાસો શરૂ કર્યા છે.
જોધપુર શહેરમાં છેલ્લા એક મહિનામાં હત્યાનો ત્રીજો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જોધપુર શહેરનો આ વિસ્તાર દહેશતમાં છે. અગાઉ બે હત્યાઓ મંદોર વિસ્તારમાં થઈ હતી. હવે મંડોર નજીકના મહામંદિર વિસ્તારમાં થયેલી આ હત્યાથી પોલીસની સમગ્ર કામગીરી પર સવાલો ઉભા કરે છે. જોધપુર શહેરમાં કમિશનરેટ સિસ્ટમ લાગુ થયા બાદ પણ ગુનામાં કોઈ ઘટાડો થયો નથી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર