VIDEO: કોરોના ટેસ્ટને લઈ યુવતીનો હાઈ વોલ્ટેજ ડ્રામા, એક કલાક રેલવે સ્ટેશન પર કર્યો હંગામો

VIDEO: કોરોના ટેસ્ટને લઈ યુવતીનો હાઈ વોલ્ટેજ ડ્રામા, એક કલાક રેલવે સ્ટેશન પર કર્યો હંગામો
કોરોના ટેસ્ટ ન કરાવવા માટે યુવતીએ હંગામો કર્યો

બસ, આ મહિલા ગુસ્સે થઈ ગઈ અને તેણે કોરોના પરીક્ષણ માટે નમૂના આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. તે પછી, તેણે ત્યાં એક હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ કર્યો

  • Share this:
    જોધપુર : કોરોના સંક્રમણ (Corona infection)ના આ સમયમાં કોરોનાના નિયમોનું પાલન કરાવનાર સુરક્ષાકર્મીઓ સાથે અવાર-નવાર દુર્વ્યવહારના કિસ્સા સામે આવી રહ્યા છે. લોકો માસ્ક લગાવવાના મામલે દંડને લઈ સુરક્ષા કર્મચારીઓ સાથે ઝઘડો કરવા માટે ઉતરી પડે છે, ત્યારે કેટલીકવાર અન્ય કોઈ કારણે ઝગડો કરવા લાગે છે. તાજેતરમાં જ દિલ્હીનો આવો જ એક વીડિયો વાયરલ થયો છે. હવે પછી રાજસ્થાનના જોધપુર શહેરમાં પણ આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે.

    જોધપુરમાં આ ઘટના રેલ્વે સ્ટેશન પર બની હોવાનું જાણવા મળે છે. તે પછી તેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. મધ્યપ્રદેશની આ યુવતીએ જોધપુર રેલ્વે સ્ટેશન પર કોરોના પરીક્ષણ માટે પણ હંગામો મચાવ્યો હતો. લગભગ 1 કલાક સુધી રેલવે કર્મચારીઓ અને જીઆરપી પોલીસ કર્મચારીઓ યુવતીને સમજાવતા રહ્યા, પરંતુ તે કોઈનું સાંભળવા તૈયાર ન થઈ.



    તે લગ્ન સમારોહમાં હાજરી આપવા જોધપુર આવી હતી

    મળતી માહિતી મુજબ, મંગળવારે મોડી સાંજે ભોપાલ એક્સપ્રેસમાં એક યુવતી લગ્ન સમારોહમાં ભાગ લેવા જોધપુર આવી હતી. રાજ્ય સરકારે અન્ય રાજ્યોથી આવતા મુસાફરો માટે આરટીપીઆરસી નેગેટિવ રિપોર્ટ ફરજિયાત બનાવ્યો છે. જ્યારે મહિલાને કોરોના રિપોર્ટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, રિપોર્ટ નથી. આ અંગે રેલ્વે સ્ટેશન પર રેલ્વે અધિકારીઓએ તેને કોરોના પરીક્ષણ માટે સેમ્પલ આપવા જણાવ્યું હતું.



    1 કલાક સુધી મહિલાએ રેલ્વે સ્ટેશન પર હંગામો મચાવ્યો

    બસ, આ મહિલા ગુસ્સે થઈ ગઈ અને તેણે કોરોના પરીક્ષણ માટે નમૂના આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. તે પછી, તેણે ત્યાં એક હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ કર્યો. લગભગ એક કલાક સુધી યુવતી રેલ્વે સ્ટેશન પર હોબાળો મચાવતી રહી અને જોરજોરથી બૂમ પાડતી રહી. મહિલાએ કહ્યું કે, તે નમૂના નહીં આપે. તેને ડર લાગે છે. આ દરમિયાન યુવતીએ મોબાઇલ પર પરિવારના સભ્યોને ફરિયાદ પણ કરી હતી. બાદમાં તે પ્લેટફોર્મ પર બેસી ગઈ. આ સમય દરમિયાન તે અનેક વખત રડી પડી.

    સેમ્પલ આપ્યા બાદ જ તેને જવા દેવાઈ હતી

    ત્યારબાદ જીઆરપી પોલીસ સ્ટેશનની મહિલા કોન્સ્ટેબલ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવતિને સમજાવી હતી. જીઆરપીએ યુવતીને ચેતવણી આપી હતી કે, તેઓ કોરોના ટેસ્ટ માટે સેમ્પલ આપવાની સંમતિ આપે, નહીં તો પોલીસ સ્ટેશન લઇ જઇને કેસ નોંધવામાં આવશે. ત્યારબાદ, યુવતી કોરોના પરીક્ષણ માટે નમૂના આપવા માટે તૈયાર થઈ. સેમ્પલ આપ્યા બાદ જ તેને જવા દેવાઈ હતી.
    Published by:kiran mehta
    First published:April 21, 2021, 23:05 pm