સલમાન ખાનના વકીલને મળી અંડરવર્લ્ડ ડૉનની ધમકી, કહ્યું કેસ છોડો

News18 Gujarati
Updated: April 7, 2018, 10:59 AM IST
સલમાન ખાનના વકીલને મળી અંડરવર્લ્ડ ડૉનની ધમકી, કહ્યું કેસ છોડો

  • Share this:
કાળા હરણ શિકાર કેસમાં જેલમાં બંધ અભિનેતા સલમાન ખાનનો કેસ લડનાર વકીલ મહેશ બોડાને અંડરવર્લ્ડ ડોન રવિ પુજારી પાસેથી ધમકીઓ મળી રહી છે.વકીલને સલમાન ખાનના કેસને છોડી દેવાની ધમકીઓ મળી છે.ડોને ગંભીર પરિણામ ભોગવવાની વાત કરી છે.જેને લઇ ફરિયાદ બાદ જોધપુર પોલીસ દ્વારા સુરક્ષા વધારવામા આવી છે.

આપને જણાવી દઇએ કે કાળા હરણ શિકારના કેસમાં પાંચ વર્ષની સજાની જાહેરાત બાદ સલમાન ખાનની જામીન પર શુક્રવારે સુનાવણી યોજાઇ હતી.સેશન્સ કોર્ટે શનિવારે નિર્ણયનો આદેશ આપ્યો.જો કે, અઠવાડિયાના અંત સુધીમાં જામીનગીરીમાં મુશ્કેલી આવી શકે છે.આવી પરિસ્થિતિમાં વચ્ચે સલમાનને જેલમાં વધુ દિવસો ગાળવા પડશે.

આપને જણાવી દઇએ કે 20 વર્ષ જુના કેસમાં કાળા હરણ શિકારના કેસમાં 5 એપ્રિલે જોધપુર કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો.સલમાન ખાનને પાંચ વર્ષની જેલ અને અન્ય આરોપીઓની સજા ફટકારવામાં આવી હતી.આ કેસના અન્ય આરોપી સૈફ અલી ખાન, નીલમ, તબુ અને સોનલી બેન્દ્રેને નિર્દોષ છોડી દેવામાં આવ્યા છે.સજાની જાહેરાતના થોડા સમય બાદ સલમાને સેશન્સ કોર્ટમાં

જામીન અરજી દાખલ કરી હતી.
First published: April 7, 2018
વધુ વાંચો
अगली ख़बर