Home /News /national-international /જોધપુરમાં લોકોએ સ્કૂલની દીવાલને ટોયલેટ બનાવ્યું, વિદ્યાર્થિનીઓએ આ રીતે સબક શીખવાડ્યો

જોધપુરમાં લોકોએ સ્કૂલની દીવાલને ટોયલેટ બનાવ્યું, વિદ્યાર્થિનીઓએ આ રીતે સબક શીખવાડ્યો

શાળાની દિવાલ પર અપીલ લખવામાં આવી હતી.

સરદારપુરાના એક સરકારી કન્યા વિદ્યાલયની દીવાલનો લોકો ટોયલેટ તરીકે ઉપયોગ કરતા હતા. ત્યારે તેમને રોકવા માટે વિદ્યાર્થિનીઓ અને વિદ્યાલયની અપીલ રંગ લાવી છે. આમ, લોકોએ અહીં લઘુશંકા કરવાનું બંધ કરી દીધું છે અને સાથે જ કચરો નાંખવાનું પણ બંધ કરી દીધું છે.

વધુ જુઓ ...
પુનીત માથુર, જોધપુરઃ કહેવાય છે કે વિદ્યાલય શિક્ષાનું મંદિર છે અને એવું છે તો શિક્ષાના મંદિરમાં સ્વચ્છતા કેમ નથી હોતી? જોધપુરના સરદારપુરામાં આવેલી એક સરકારી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ જનતાને આ પ્રશ્ન પૂછી રહી છે. તેટલું જ નહીં, વિદ્યાર્થિનીઓએ માત્ર પૂછ્યું જ નથી શાળાની બહારની દીવાલે આ લખાવ્યું પણ છે.

ના પાડવા છતાં લોકો માનતા નહોતા


શરૂઆતમાં લોકોને ના પાડવા છતાં લોકો માનતા નહોતા. એવામાં સ્કૂલની વિદ્યાર્થિનીઓએ એક નવો રસ્તો શોધ્યો અને તેનાથી દીવાલ પર જનતા જ્યાં લઘુશંકા કરતા હતા ત્યાં એક અપીલ લખાવી. તેમણે અપીલમાં જનતાને વિનંતી કરી કે, તમારી લઘુશંકાને કારણે અમને શાળામાં ભણવામાં તકલીફ પડે છે. તમને વિનંતી છે કે, અમને ભણવા દો.


શું અપીલ કરવામાં આવી?


આદરણીય અંકલ, અમે દીકરી તરીકે એક પિતા કે એક ભાઈ પાસે કંઈક માંગવા ઇચ્છીએ છીએ. જરા વિચારો, આ દીવાલને લઘુશંકાથી ગંદા કરો છો, આ દીવારની બીજી તરફ અમે ભણીએ છીએ. દુર્ગંધ અને મચ્છરોને કારણે અમારું ભણવાનું અઘરું થઈ ગયું છે. શું તમે ઇચ્છો છો કે અમે ભણવાનું છોડી દઈએ. ના, તો અમારો આગ્રહ છે કે, અમારી મંદિરરૂપી આ શાળાને ગંદી ના કરો. અમે ભણવા માંગીએ છીએ, પરંતુ ત્યારે સારી રીતે ભણી શકીશું જ્યારે સ્કૂલની ચારે તરફ ગંદકી નહીં હોય. તેથી તમે શપથ લો કે સ્કૂલ જ નહીં, કોઈપણ સાર્વજનિક દીવાલને ગંદી નહીં કરો.
First published:

Tags: Jodhpur, Rajasthan news