જોધપુરઃ રાજસ્થાન (Rajasthan)ના જોધપુર (Jodhpur)માં આવેલી બીજેએસ કોલોનીમાં એક વ્યક્તિએ કથિત રીતે કાતરથી પોતાની પત્નીની હત્યા (Murder) કરી દીધી. ત્યારબાદ પોલીસ અને સાસરિયાઓને ઘટના વિશે તેણે જાતે જ જણાવ્યું. પોલીસના જણાવ્યા મુજબ, રવિવાર રાત્રે દંપતિ વચ્ચે ઉગ્ર ઝઘડો થયો અને ગુસ્સામાં આવીને આરોપી વિક્રમ સિંહે પોતાની પત્ની શિવ કંવરની હત્યા કરી દીધી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો વિક્રમ સિંહ પોતાના મોબાઇલ ફોન પર વીડિયો ગેમ રમી રહ્યો હતો. જ્યારે તેની પત્ની એક રુમમાં લોહીથી ખરડાયેલી પડી હતી.
મહામંદિરના એસએચઓ કૈલાશદાને જણાવ્યું કે, મહિલાને હાસ્પિટલ લઈ જવામાં આવી જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી. તેઓએ કહ્યું કે વિક્રમ સિંહ બેરોજગાર હોવાના કારણે દંપતિમાં અનેકવાર ઝઘડા થતા હતા. એસએચઓએ જણાવ્યું કે આરોપી બેરોજગાર હતો, જ્યારે તેની પત્ની ઘરે સીવણકામ કરતી હતી.
તેઓએ જણાવ્યું કે ઘટનાના દિવસે વિક્રમે કાતર ઉઠાવી અને પત્નીને તેના અનેક ઘા મારી દીધા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પોલીસ જ્યારે તેના ઘરે પહોંચી તો આરોપીને પોતાના મોબાઇલ ફોન પર કોઈ પસ્તાવા વગર વીડિયો ગેમ રમી રહ્યો હતો. તેઓએ જણાવ્યું કે દંપતિના બે બાળકો છે જે ઘટનાના સમયે ઘરમાં હાજર નહોતા.
નોંધનીય છે કે, રાજસ્થાનમાં અપરાધના મામલા વધી રહ્યા છે. થોડા દિવસ પહેલા સીકર જિલ્લામથકે લગ્નના માત્ર ત્રણ દિવસ બાદ જ એક દુલ્હન એ મોતને વહાલું કરી દીધું હતું. દુલ્હને લાલ જોડામાં પોતાના સાસરે જ ફાંસીનો ફંદો ખાઈને જીવ આપી દીધો. દુલ્હનની આત્મ હત્યાની જાણ થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો. પોલીસે લાશને મેડિકલ બોર્ડથી પોસ્ટમોર્ટમ કરાવાને તેને પરિજનોને સોંપી. આત્મહત્યાનું કારણ હાલ જાણી શકાયું નથી.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર