Home /News /national-international /ખુની શંભૂનાથે જેલમાંથી વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર કર્યો શેર, પ્રશાસન નિંદ્રામાં!

ખુની શંભૂનાથે જેલમાંથી વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર કર્યો શેર, પ્રશાસન નિંદ્રામાં!

    રાજસ્થાનનો ચર્ચિત રાજસમંદ લાઈવ મર્ડર કેસના આરોપી શંભૂનાથ રેગરે જોધપુર સેન્ટ્રલ જેલમાંથી પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે. આ વીડિયોમાં તેના જીવને જોખમ હોવાનું જાણાવ્યું છે. શંભૂલાલે જેલમાં બંધ પશ્ચિમ બંગાળના એક કેદી પર આરોપ લગાવતા કહ્યું છે કે, તે મને મારવા માંગે છે.

    જોકે, આ વીડિયો સામે આવ્યા બાદ જેલ અધિકારીઓમાં હડકંપ મચી ગયો છે, અને તેના પર પ્રશ્ન પણ ઉભા થઈ રહ્યાં છે કે જેલની અંદર મોબાઈલ કેવી રીતે પહોંચ્યો. શંભૂલાલે બે વીડિયો બનાવ્યા છે, જેમાં એક વીડિયો બે મીનિટ 25 સેકન્ડનો છે, જ્યારે બીજો વીડિયો6 મીનિટ 19 મીનિટનો છે. આ વીડિયોમાં શંભૂ કોઈ સ્ક્રિપ્ટ વાંચી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

    આ વીડિયો આવ્યા બાદ પોલીસ પણ શંકાના દાયરમાં આવી રહી છે. કેમ કે, આ વીડિયો બનાવતા પહેલા તેને કોઈ સ્ક્રિપ્ટ લખી છે અને પછી તે વાંચી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જોકે પોલીસ તપાસમાં શંભૂલાલની બેરકમાંથી મોબાઈલ મળ્યો નથી. આ વચ્ચે તેની સુરક્ષા વધારવામાં આવી છે.

    જેલથી વીડિયો વાયરલ થયા બાદ જોધપુર સેન્ટ્રલ જેલની સુરક્ષા પર પ્રશ્ન ઉભા થઈ રહ્યાં છે. અહી પ્રશ્ન ઉભા થઈ રહ્યાં છે કે, કોઈ કેદી મોબાઈલ ફોનથી જેલમાં પોતાનો વીડિયો બનાવીને તેને સોશિયલ મીડિયા પર નાંખી દે છે અને જેલ પ્રશાસનને તેની ભનક પણ પડતી નથી. આ જેલમાં ઘણા મોટા કેદી બંધ છે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Jodhpur jail

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन