Jodhpur rain fall: જોધપુરમાં સોમવારે પડેલા ભારે વરસાદના કારણે જળબંબાકાર (Jodhpur road like river)ની સ્થિતિનું નિર્માણ થયુ હતું. ત્યારે ચાંદપોલ (Chandpaul)માં પણ પાણીનો એવો જોરદાર પ્રવાહ હતો કે લોકો પણ એ પ્રવાહમાં વહેતા જોવા મળ્યા હતા.
હાલ વરસાદ (Monsoon)ની મોસમ જામી છે કેટલાક શહેરોમાં વરસાદ (Heavy rain in jodhpur)નો પ્રકોપ જોવા મળી રહ્યો છે. સોમવારે જોધપુરમાં ચોમાસાના પ્રથમ ભારે વરસાદને કારણે સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. પ્રથમ કલાકમાં જ 28.8 મીમી વરસાદના કારણે રસ્તાઓ જાણે નદી બની ગયા હતા. રાત્રે 11:30 વાગ્યા સુધી 43.6 મીમી વરસાદ નોંધાયો હતો. ચોમાસાના 22 દિવસમાં પ્રથમ ભારે વરસાદના કારણે શહેરના 30-32 વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા, 20-25 રસ્તાઓ પર 2 થી 3 ફૂટ પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે શહેર આખુ થંભી ગયુ હતું. ઘરોમાં પાણી હતા તો રસ્તાઓ નદી (Jodhpur road river)ની જેમ વહેતા હતા. ત્યારે જોરદાર પ્રવાહમાં લોકો તણાયા હોવાનો (Man strained in the stream of water) વીડિયો સામે આવી રહ્યો છે.
પ્રવાહમાં લોકો તણાયા જોધપુરના ચાંદપોલ ખાતે વરસાદ બાદ પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળ્યો હતો, જ્યાં વરસાદને કારણે જોરદાર પ્રવાહમાં માણસો પણ તણાઈ રહ્યા હતાં. આ વિસ્તારની સાંકડી ગલીઓમાં રસ્તાઓ ગટર બનીને વહેવા લાગ્યા હતા. પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે લોકો તણાવા લાગ્યા હતાં. સોશિયલ મીડિયો પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે જોરદાર પ્રવાહમાં એક વ્યક્તિ તણાવવા લાગે છે અને નીચે દિવાલને પકડીને ઉભેલા કેટલાક લોકો તેને ખેંચી લે છે. તેને બચાવ્યા બાદ વઘુ એક માણસ ત્યાં પ્રવાહમાં વહેતો આવે છે અને તેને પણ તે લોકો બચાવી લે છે.
પાણીના જોરદાર પ્રવાહમાં કાર તણાઈ ઉલ્લેખનીય છે કે, શહેરમાં સોમવારથી વરસી રહેલો વરસાદનું સાંજના સમયે રોન્દ્ર સ્વરુપ જોવા મળ્યું હતું, જોધપુરના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ત્રિપોલિયા માર્કેટમાંથી તમાકુ માર્કેટમાં વરસાદ બાદ પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળ્યો હતો, જ્યાં વરસાદને કારણે, જોરદાર પ્રવાહમાં ડ્રાઇવર વિના કાર સ્ટ્રોની જેમ વહી ગઈ હતી. પાણી તમને જણાવી દઈએ કે પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે પાર્ક કરેલી કાર વિરુદ્ધ દિશામાં વહી ગઈ હતી. સાથે જ આ વિસ્તારની સાંકડી ગલીઓમાં રસ્તાઓ ગટર બનીને વહેવા લાગ્યા હતા.
લોકો પાણીમાંથી સિલિન્ડર બહાર કાઢતા જોવા મળ્યા તે જ સમયે, વરસાદ પછી, લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, જ્યાં મંડોર વિસ્તારમાં એક એચપી ગેસ વેરહાઉસમાં સિલિન્ડર જોરદાર પ્રવાહમાં ધોવાઇ ગયા હતા, ત્યારબાદ લોકો પાણીમાંથી સિલિન્ડર બહાર કાઢતા જોવા મળ્યા હતા. સાથે જ સુરપુરા ડેમમાં એટલું પાણી ભરાયું હતું કે હપ્તા પણ પાણીમાં ધોવાઈ ગયા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર