લલિત સિંહ, જોધપુર. સગીરા સાથે યૌન શોષણ મામલામાં જેલમાં સજમા કાપી રહેલા આસારામ (Asaram)ની મોડી રાત્રે તબિયત બગડી હતી. જોધપુરની સેન્ટ્રલ જેલ (Jodhpur Central Jail)માં તબિયત બગડ્યા બાદ જેલ પ્રશાસને આસારામને શહેરની મહાત્મા ગાંધી હૉસ્પિટલ લઈને ગયું. હૉસ્પિટલમાં સારવાર દરમિયાન પણ આસારામે ત્રણ કલાક સુધી પોલીસકર્મીઓને પ્રવચન આપ્યું. બીજી તરફ આસારામને જોવા માટે હૉસ્પિટલની બહાર સમર્થકોની ભીડ એકત્ર થઈ ગઈ. સારવાર દરમિયાનનો એક વીડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં આસારામ હૉસ્પિટલની અંદર જ પોલીસકર્મીઓને પ્રવચન આપી રહ્યા છે.
મૂળે, મોડી રાત્રે 12 વાગ્યે આસારામની સેન્ટ્રલ જેલમાં તબિયત બગડી ગઈ. શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ જેલ પ્રશાસન કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આસારામને જેલની બહાર મહાત્મા ગાંધી હૉસ્પિટલ લઈને પહોંચી. આસારામને પોલીસ વેનમાં હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા. આસારામના સમર્થકોને જેવી આ વાતની જાણ થઈ તો તેઓ હૉસ્પિટલની બહાર પહોંચી ગયા. જ્યાં સુધી આસારામને હૉસ્પિટલથી પરત જેલ ન લાવવામાં આવ્યા ત્યાં સુધી ભીડ ઉપસ્થિત રહી.
હૉસ્પિટલમાં ચાર ડૉક્ટરોની ટીમે આસારામનું ચેકઅપ કર્યુ. સીટી સ્કેન પણ કરવામાં આવ્યું. પરંતુ ત્રણ કલાકની સારવાર બાદ આસારામને પરત જેલ મોકલી દેવામાં આવ્યા. આસારામને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. ત્યારબાદ ડૉક્ટરોએ તેમને કેટલીક દવાઓ આપી અને સીટી સ્કેન કરાવવામાં આવ્યું. આસારામના તપાસ રિપોર્ટ નોર્મલ આવ્યા છે.
સારવાર દરમિયાનનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં આસારામ પોતાની સુરક્ષામાં તૈનાત પોલીસકર્મીઓને હૉસ્પિટલની અંદર જ પ્રવચન આપી રહ્યા છે. ચારે તરફ પોલીસથી ઘેરાયેલા આસારામ હૉસ્પિટલના સિટી સ્કેન સેન્ટરમાં જ પોલીસકર્મીઓને ધર્મ-કર્મનું જ્ઞાન આપી રહ્યા છે અને પોલીસકર્મીઓ તેને ધ્યાનથી સાંભળતા જોવા મળી રહ્યા છે.
મહાત્મા ગાંધી હૉસ્પિટલમાં આસારામને સારવાર માટે લાવવામાં આવ્યા છે તેની જાણ થતાં જ તેમના સમર્થકો હૉસ્પિટલની બહાર એકત્ર થવા લાગ્યા. મોડી રાત્રે મોટી સંખ્યામાં ભીડને જોતાં પોલીસે સુરક્ષા વધારી દીધી. કડક સુરક્ષાની વચ્ચે ત્રણ કલાકની સારવાર બાદ આસારામને પોલીસ હૉસ્પિટલથી પરત સેન્ટ્રલ જેલ લઈને ગઈ. આ દરમિયાન આસારામને જોવા માટે સમર્થકો પોલીસના વાહનોની પાછળ દોડવા લાગ્યા. તેમાં પુરુષો સહિત મહિલાઓ પણ સામેલ હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર