Home /News /national-international /

આસારામને પોક્સો એક્ટ નહીં, આ કલમો હેઠળ સંભળાવાઈ સજા

આસારામને પોક્સો એક્ટ નહીં, આ કલમો હેઠળ સંભળાવાઈ સજા

    રાજસ્થાનની જોધપુર સેંટ્રલ જેલમાં બુધવારે અસ્થાઈ કોર્ટે સગીર બાળકી સાથે રેપના આરોપી આસારામને દોષી જાહેર કરી ઉંમરકેદની સજા સંભળાવી છે. આસારામ છેલ્લા 56 મહિના એટલે કે, લગભગ 5 વર્ષથી ન્યાયિક હિરાસતમાં હતા અને દુષ્કર્મ અને યૌનન ઉત્પીડનની અલગ-અલગ કલમ હેઠળ તેમને દોષી માની આજીવન ઉંમર કેદની સજા સંભળાવી છે.

    વિશેષ ન્યાયાલયના જજ મધુસુદન શર્મા દ્વારા જેલમાં લાગેલ અસ્થાઈ અદાલતમાં આસારામને ઉંમરકેદની સજાનો આદેશ આપવામાં આવ્યો છે. આ દંડના આદેશ અનુસાર આસારામ ઉર્ફે આસૂમલ પુત્ર થેવરદાસ ઉર્ફે થેુમલને કલમ 370(4), 342, 506, 376(2)(એફ) અન્ય કલમ 120-બી ભારતીય દંડ સંહિતા કલમ 23 બાળકોની દેખરેખ સંરક્ષણ) અધિનિયમ, 2000ના દંડનીય અપરાધ માટે સજા આપવામાં આવી છે.

    કાયદાની કઈ કલમ હેઠળ લાગ્યા હતા આરોપ

    ધાર્મિક ગુરૂ બની દુષ્કર્મ
    કલમ (376(2)(એફ), પોક્સોની કલમ-5(એફ) અને 6
    સજા - આમાં 10 વર્ષની સજા, જે ઉંમર કેદ સુધી વધી શકે છે.

    સગીરનો ગેરકાયદે વ્યાપાર
    આઈપીસી કલમ 370(4)
    સજા - માનવ તસ્કરીમાં 10 વર્ષની સજા જે ઉંમર કેદ સુધી વધી શકે છે.

    દુષ્કર્મ માટે બંધક બનાવવું
    આઈપીસી કલમ 342
    સજા - એક વર્ષની સજાની જોગવાઈ

    અશ્લિલ વર્તન કરવું, અને ધમકાવવું
    આઈપીસી કલમ 354એ, 506 - 509, પોક્સો કલમ 7-8
    સજા - પાંચથી 10 વર્ષની સજાની જોગવાઈ

    ગેંગ બનાવી દુષ્કર્મ
    આઈપીસી કલમ 376(ડી0
    સજા - આસારામ અને તેના ચાર સાથીઓ પર સગીરનો ગેરકાયદે વ્યાપાર અને યૌન શોષણનો આરોપ છે. આમાં 10 વર્ષની સજાની જોગવાઈ.
    Published by:kiran mehta
    First published:

    Tags: Asaram bapu, Jodhpur, Life, Sentenced, આસારામ, જેલ, સમાચાર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन