Home /News /national-international /

ઓફિસ બોયે મૂક્યું ઓમિક્રોન વેરિઅન્ટનું WhatsApp સ્ટેટસ, જેલના સળિયા પાછળ ધકેલાયો

ઓફિસ બોયે મૂક્યું ઓમિક્રોન વેરિઅન્ટનું WhatsApp સ્ટેટસ, જેલના સળિયા પાછળ ધકેલાયો

જોધપુર એઇમ્સ (AIIMS)માં ઓફિસ બોય તરીકે કામ કરતા યુવકને કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટને લઈને વોટ્સએપ સ્ટેટસ નાખવું ભારે પડી ગયું.

જોધપુર એઇમ્સ (AIIMS)માં ઓફિસ બોય તરીકે કામ કરતા યુવકને કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટને લઈને વોટ્સએપ સ્ટેટસ નાખવું ભારે પડી ગયું. જોધપુર પોલીસ કમિશનરેટના બાસની પોલીસ સ્ટેશન દ્વારા સંક્રમણ અધિનિયમ અધ્યાદેશ સહિત અન્ય કલમો હેઠળ કેસ નોંધીને યુવકની ધરપકડ કરવામાં આવી.

વધુ જુઓ ...
    જોધપુર. જોધપુર એઇમ્સ (AIIMS)માં ઓફિસ બોય તરીકે કામ કરતા યુવકને કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટને લઈને વોટ્સએપ સ્ટેટસ નાખવું ભારે પડી ગયું. જોધપુર પોલીસ કમિશનરેટના બાસની પોલીસ સ્ટેશન દ્વારા સંક્રમણ અધિનિયમ અધ્યાદેશ સહિત અન્ય કલમો હેઠળ કેસ નોંધીને યુવકની ધરપકડ કરવામાં આવી હતી. વાત એમ છે કે, એઇમ્સ હોસ્પિટલમાં ઓફિસ બોય તરીકે કાર્યરત સુનિલે પોતાનું વોટ્સએપ સ્ટેટસ મૂકતાં લખ્યું કે ઓમિક્રોન વાયરસનો દર્દી જોધપુરમાં મળી આવ્યો છે અને કોરોનાના નવા વેરિઅન્ટે જોધપુરમાં દસ્તક આપી છે.

    સુનિલ હોસ્પિટલમાં કામ કરતો હોવાથી લોકોએ તેના સ્ટેટસ પર વિશ્વાસ મૂક્યો અને તેને તેજીથી વાયરલ કરવા લાગ્યા. શહેરમાં ભયનો માહોલ પેદા થઈ ગયો હતો. તો વહીવટી કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. લોકોએ કોરોના અંગે શરૂ કરાયેલા કંટ્રોલ રૂમ પર ફોન કરીને તેની માહિતી માંગવાનું શરૂ કર્યું.

    શહેરમાં પેદા થયો ભયનો માહોલ

    ડેપ્યુટી સીએમએચઓ પ્રીતમ સિંહે પોસ્ટની એક કોપી પોલિસ કમિશનરને મોકલીને તેમને જાણ કરી કે કેટલાંક લોકો ઓમિક્રોન વેરિઅન્ટને લઈને અફવા ફેલાવી રહ્યા છે અને તેને લીધે ભયનો માહોલ પેદા થયો છે. પોલિસ કમિશનર જોસ મોહનના નિર્દેશનમાં બાસની પોલીસે એઇમ્સના ઓફિસ બોયની ધરપકડ કરી. આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

    આ પણ વાંચો: Nagaland Violence: સુરક્ષા દળોની ફાયરિંગમાં 13 લોકોના મોતથી તણાવ, CMએ આપ્યા SIT તપાસના આદેશ

    ઉલ્લેખનીય છે કે, દેશમાં શનિવારે કોરોના વાયરસ સંક્રમણના ઓમિક્રોન વેરિઅન્ટના વધુ ત્રણ કેસ નોંધાયા હતા. એક કેસ ગુજરાતમાં, બીજો મહારાષ્ટ્ર અને ત્રીજો કેસ દિલ્હીમાં સામે આવ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં આ વેરિઅન્ટના કુલ 5 કેસ નોંધાયા છે. બીજી તરફ, નિષ્ણાતો કહે છે કે દેશમાં 'ઓમિક્રોન વેવ' (Omicron in India) છે કે નહીં, તે સ્પષ્ટપણે જાણવામાં છથી આઠ અઠવાડિયા લાગી શકે છે.

    આ પણ વાંચો: Amit Shah Live : અમિત શાહ BSF સ્થાપના દિવસે બોલ્યા- એન્ટી ડ્રોન ટેક્નિક પર કામ ચાલુ, દુશ્મનોને જલ્દી જવાબ મળશે

    આ દરમ્યાન, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે કર્ણાટક, કેરળ, તમિલનાડુ, જમ્મુ કાશ્મીર, ઓડિશા અને મિઝોરમને પત્ર લખીને કોવિડ-19ના ફેલાવાને અંકુશમાં લેવા માટે 'શોધ-સારવાર-રસી-કોવિડ યોગ્ય પ્રેક્ટિસ અપનાવવા'ની નીતિ માટે આવશ્ક્યક પગલાં લેવાનું કહ્યું છે. કેટલાક જિલ્લાઓમાં સંક્રમણના વધતા કેસ, સાપ્તાહિક સંક્રમણ દર અને સાપ્તાહિક મૃત્યુને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ આ પગલું ભર્યું છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Omicron, Omicron variant, Rajasthan news

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन