ચંદ્રશેખર વ્યાસ, જોધપુર. એઇમ્સમાં સારવાર બાદ કોરોના (Coronavirus)ને મ્હાત આપી ચૂકેલા જોધપુર સેન્ટ્રલ જેલ (Jodhpur Central Jail)માં કેદ સગીરા સાથે યૌન શોષણના દોષી આસારામ (Asaram Bapu)નું ઓક્સિજન લેવલ રવિવારે ફરી એક વાર અચાનક ઓછું થઈ ગયું. તેના કારણે તેમને ફરી એક વાર જેલથી એઇમ્સ મોકલવાની તૈયારી કરવામાં આવી, પરંતુ આસારામે ત્યાં સારવાર કરાવવાનો ઇન્કાર કરી દીધો. ત્યારબાદ આયુર્વેદ યુનિવર્સિટીથી ડૉક્ટરને બોલાવવામાં આવ્યા. તપાસ કર્યા બાદ આસારામને હવે જેલમાં ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે.
આસારામ થોડા દિવસો પહેલા કોરોના સંક્રમિત થઈ ગયા હતા. બાદમાં તેમની એઇમ્સમાં સારવાર ચાલી હતી. એઇમ્સમાં સાજા થયા બાદ આસારામને ત્યાંથી ડિસ્ચાર્જ કરી પરત સેન્ટ્રલ જેલ મોકલી દેવામાં આવ્યા હતા. જેલમાં રવિવાર સવારે આસારામની તબિયત ફરી બગડવાની શરૂ થઈ હતી. તેમનું ઓક્સિજન લેવલ ઘટીને 92 સુધી પહોંચી ગયું.
જેલ અધિકારી તેમને પરત એઇમ્સમાં લઈ જવાનું નક્કી કરી ચૂક્યા હતા, પરંતુ આસારામ જીદ પર અડગ રહ્યા કે તેમને માત્ર આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિથી જ સારવાર કરાવવી છે. ત્યારબાદ જેલ પ્રશાસને કરવડ સ્થિત આયુર્વેદ યુનિવર્સિટીના ડૉ. અરૂણ ત્યાગીને બોલાવ્યા. તેઓએ આસારામની તપાસ કરી અને કેટલીક દવાઓ આપી. ત્યારબાદ જેલમાં જ તેમને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત સ્થિત છે.
ડૉ. ત્યાગીએ જણાવ્યું કે, કોવિડના કારણે તેમને કેટલીક તકલીફો છે. તેમને સમજાવવામાં આવ્યું કે સારવાર માટે જરૂરી છે કે કેટલા ટેસ્ટ કરાવવામાં આવે. આ તપાસ હૉસ્પિટલમાં જ થઈ શકે છે. એવામાં તેઓ એઇમ્સ કે એમડીએમ હૉસ્પિટલમાં પોતાની તપાસ કરાવી લે. ત્યારબાદ જો તેઓ ઈચ્છે તો અમે આયુર્વેદથી તેમની સારવાર શરૂ કરી દઈશું, તેમને પ્રોસ્ટેટની સમસ્યા પહેલા હતી, તે હવે વધી ગઈ છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર