Home /News /national-international /

coronaના કારણે રોજગાર છીનવાયો, નવવિવાહિત યુગલે ફાંસો ખાઈને કરી આત્મહત્યા, મહિના પહેલા થયા હતા લગ્ન

coronaના કારણે રોજગાર છીનવાયો, નવવિવાહિત યુગલે ફાંસો ખાઈને કરી આત્મહત્યા, મહિના પહેલા થયા હતા લગ્ન

પતિ પત્નીની તસવીર

28 વર્ષીય આવેદના લગ્ન 10 ઓગસ્ટ 2020ના દિવસે વિકાસનગરની નઝમા સાથે થયા હતા. વેલ્ડિંગનું કામ કરીને જીવન ગુજારનાર આવેદનું કામ થોડા મહિના પહેલા જ છૂટી ગયું હતું.

  સુમિત કુમાર, પાનીપતઃ કોરોના વાયરસના (coronavirus) સંક્રમણથી ફેલેલી મહામારી અને ત્યાર બાદ લાગેલા લોકડાઉને (lockdown) દુનિયાની ગતિ ઉપર બ્રેક લગાવી દીધી છે. દુનિયાભરની અર્થવ્યવસ્થાને હલાવીને રાખી દીધી છે. ભારતમાં પણ કરોડો લોકો બેરોજગાર બની ગયા છે. બેરોજગારી (UnEmployment) પોતાની ચરમ સીમા ઉપર છે. નોકરીઓ સતત છૂટી રહી છે. રોજગારી ન મળવાના કારણે યુવા ઉદાશ અને હતાશ થઈ રહ્યા છે. પાનીપતમાં (Panipat) કોરોનાના કારણે રોજગારી છૂટી જતાં લાચાર નવવિવાહિત કપલે પોતાનો જીવ (suicide) આપી દીધો હતો.

  મળતી માહિતી પ્રમાણે આ ઘટના પાનીપત જિલ્લાના રાજનગરની છે. અહીં રહેનારા 28 વર્ષીય આવેદના લગ્ન 10 ઓગસ્ટ 2020ના દિવસે વિકાસનગરની નઝમા સાથે થયા હતા. વેલ્ડિંગનું કામ કરીને જીવન ગુજારનાર આવેદનું કામ થોડા મહિના પહેલા જ છૂટી ગયું હતું. જોકે, વચ્ચે વચ્ચે થોડું કામ મળી જતું હતું. તેને આશા હતી કે અનલોકમાં તેને કામ મળી રહેશે. આ વચ્ચે તેના લગ્ન થયા પરંતુ અનેક દિવસોથી કામ મળતું બંધ થઈ ગયું હતું.

  આવેદ સવારે ઘરેથી જતો હતો અને સાંજે પરત ફરતો હતો. આના કારણે બંને વચ્ચે બબાલ પણ થતી હતી. આર્થિક સંકળામણના કારણે પતિ પત્નીએ ફાંસી લગાવીને પોતાનો જીવ આપી દીધો હતો. અને જીવનલીલા સમાપ્ત કરી લીધી હતી. ઘટના અંગે જાણ થતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને બંનેની લાશને પોસ્ટમોર્ટમાં માટે સામાન્ય હોસ્પિટલમાં મોકલી દીધી હતી. પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ બંનેની લાશને પરિવારજનોને સોંપી દીધી હતી.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી યુવતી પર દુષ્કર્મ, ચાર વાર કરાવ્યો ગર્ભપાત, આરોપીની પત્નીએ કરી હતી મદદ

  આવેદના મોટાભાઈ જાવેદના જણાવ્યા પ્રમામે તેઓ એક જ ઘરમાં રહેતા હતા. તે પહેલા માળે પરિવાર સાથે રહેતો હતો અને તેની બે નાની બહેનો છે. જેમના લગ્ન થઈ ગાય છે. એક બહેનના લગ્ન તો આવેદના લગ્નના આગળના દિવસે જ થયા હતા. આવેદ કેટલાક દિવસોથી પરેશાન હતો. પરંતુ અમને લાગ્યું કે તે જલદી સરખો થઈ જશે. નવી નવી ગૃહસ્થી સંભાળી લેશે. સવારે તે નીચે ઉતર્યો તો આવેદ અને તેની પત્ની નઝમા દેખાયા ન હતા. બારીમાંથી જોયું તે બંનેની લાશા ફંદાથી લટકતી હતી. દરવાજો તોડીને બંનેને નીચે ઉતાર્યા હતા.

  આ પણ વાંચોઃ-ડ્રાઈવરે એવી ખતરનાક જગ્યાએ પાર્ક કરી કાર, આસાનીથી કાઢી પણ લીધી, Video જોઈને માથું ખંજવાળતા રહી જશો

  આ પણ વાંચોઃ-સુરતનો શરમજનક કિસ્સો! ગર્ભવતી યુવતીનો HIV રિપોર્ટ પોઝિટિવ આવતા સાસરીઆઓ ઘરમાંથી કાઢી મુકી

  ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના સંક્રમણનો વ્યાપ દિવસે ને દિવસે વધુ ચિંતાજનક સ્તરે વધતો જઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સામે આવેલા પોઝિટિવ કેસોએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી દીધા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 95,735 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોરોના વાયરસના કારણે 1,172 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 44,65,864 થઈ ગઈ છે.

  આ ઉપરાંત, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 34 લાખ 71 હજાર 784 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 9,19,018 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 75,062 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ બુધવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 8 સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં કુલ 5,29,34, 433 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, મંગળવારે 24 કલાકમાં 11, 29,756 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
  Published by:ankit patel
  First published:

  Tags: આત્મહત્યા, પતિ-પત્ની, હરિયાણા

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन