ગામડામાં સારા રોજગાર ન હોવાના કારણે ફરીથી બે તૃતિયાંશ પ્રવાસી શહેર પરત ફરવા મજબૂર : સર્વે

ગામડામાં સારા રોજગાર ન હોવાના કારણે ફરીથી બે તૃતિયાંશ પ્રવાસી શહેર પરત ફરવા મજબૂર : સર્વે
ગામડામાં સારા રોજગાર ન હોવાના કારણે ફરીથી બે તૃતિયાંશ પ્રવાસી શહેર પરત ફરવા મજબૂર : સર્વે

લૉકડાઉનના પ્રભાવનું આકલન કરવા માટે 11 રાજ્યોમાં ગ્રામીણ ભારતના 4,835 ઘરોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું

 • Share this:
  નવી દિલ્હી : લૉકડાઉન (Lockdown)ના પ્રભાવનું આકલન કરવા માટે 11 રાજ્યોમાં ગ્રામીણ ભારત (Rural India)ના 4,835 ઘરોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. ગામમાં કૌશલવાળા રોજગાર ન હોવાના કારણે પલાયન વધી રહ્યું છે. તેનું આકલન પણ કરવામાં આવ્યું કે અને બહાર આવ્યું કે પલાયન કરી ચૂકેલા ઘણા લોકોમાંથી લગભગ બે તૃતિયાંશ પ્રવાસી શહેરોમાં પાછા આવી ગયા છે અને અથવા તેમણે આવવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

  આંકડાથી માહિતી બહાર આવી છે કે બીજા શહેરોમાં કામ કરનારા પ્રવાસીઓના 1196 ઘરોમાં 74% લોકો મહામારીથી ઉત્પન પરિસ્થિતિઓના કારણે પોતાના ગામ પાછા આવી ગયા હતા અને તેમાંથી 29% લોકો પહેલા જ મહાનગરોમાં પાછી આવી ચૂક્યા છે. આ સિવાય ગામડામાં રહેલા 45% લોકો માને છે કે તે શહેર પાછા ચાલ્યા જશે. જ્યારે શહેરોમાં એક તૃતિયાંશ પ્રવાસી કામની શોધમાં પાછા આવી ગયા છે.  આ પણ વાંચો - રાહુલ દ્રવિડની સલાહ પછી BCCIનો મોટો નિર્ણય, આવા ખેલાડીઓ પર લાગશે બે વર્ષનો પ્રતિબંધ

  આ દરમિયાન ઓછા ભોજનમાં ગુજારો કરનાર લોકોની સંખ્યામાં ઘટાડા સાથે સારા સમાચાર સામે આવ્યા છે અને એ વાતનું પ્રમાણ પણ છે કે 85% લોકો સાર્વજનિક વિતરણ પ્રણાલી (PDS)ના કલ્યાણકારી દાયરામાં આવી રહ્યા છે. 71% ઘરોમાં રસોઈ ગેસ (ઉજ્જવલા યોજનાના માધ્યમથી 85%) છે અને ઘણા પાસે ફરીથી ગેસ ભરાવી શકવાની સુવિધા ઉપલબ્ધ છે. જોકે સર્વેક્ષણમાં પીએમ કિસાન યોજના (PM Kisan scheme)અંતર્ગત ફક્ત 38% લોકોને ફંડ ટ્રાન્સફર થવાની ખબર સામે આવી છે.

  આ સર્વે આગા ખાન રુરલ સપોર્ટ પ્રોગ્રામ (ભારત), એક્શન ફોર સોશલ એડવાન્સમેન્ટ, ગ્રામીણ સહારા, આઈ સક્ષમ પ્રદાન SAATHI-UP, SeSTA, સેવા મંદિર અને ટ્રાન્સફોર્મ રુરલ ઇન્ડિયા ફાઉન્ડેશન તરફથી કરેલ એક સહયોગાત્મક અધ્યયન છે.
  Published by:Ashish Goyal
  First published:August 03, 2020, 18:18 pm