Home /News /national-international /

અરવિંદ કેજરીવાલ સરકારે વાયદો પૂરો કર્યો, દિલ્હીવાસીઓ માટે મફત COVID ટિકાકરણ

અરવિંદ કેજરીવાલ સરકારે વાયદો પૂરો કર્યો, દિલ્હીવાસીઓ માટે મફત COVID ટિકાકરણ

દિલ્હીવાસીઓને કોરોના વાયરસ સામે વેક્સીન લગાવવા માટે કોઈ પૈસા ખર્ચ કરવા પડશે નહીં

દિલ્હીવાસીઓને કોરોના વાયરસ સામે વેક્સીન લગાવવા માટે કોઈ પૈસા ખર્ચ કરવા પડશે નહીં

    નવી દિલ્હી : ઘણી સરકારો વાયદા કરે છે પણ તે પૂરા કરવાનો સમય આવે છે તો તે પૂરા કરી શકતી નથી. જોકે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના વચનો પૂરા કર્યા છે. તેમણે દિલ્હીના બધા નિવાસીઓ માટે મફત COVID ટિકાકરણ કરવાની જાહેરાત કરી હતી. 2021-2022ના બજેટમાં તેનો ઉલ્લેખ છે. દિલ્હીવાસીઓને કોરોના વાયરસ સામે વેક્સીન લગાવવા માટે કોઈ પૈસા ખર્ચ કરવા પડશે નહીં.

    કોવિડ વેક્સીન માટે 50 કરોડ રૂપિયા

    કોવિડ વેક્સીનની કિંમત બજારમાં 250 રૂપિયા નક્કી કરવામાં આવી છે. દિલ્હીમાં ઘણા પરિવાર છે જે આ આ રાશિને ખર્ચી શકે નહીં. તેમના માટે તેમના પરિવારને ખવડાવવું વધારે મહત્વપૂર્ણ છે. નક્કી કરેલી રકમ તેમના પરિવારો માટે એક મહિનાનું રાશન ખરીદવા પર ખર્ચ કરવામાં આવશે. અરવિંદ કેજરીવાલ સરકારે શહેરની સરકારી હોસ્પિટલોમાં દિલ્હીવાસીઓને મફતમાં કોવિડ-19 વેક્સીન ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે. તેને સુવિધાજનક બનાવવા માટે ‘આમ આદમી ફ્રી કોવિડ વેક્સીન’સ્કીમ અંતર્ગત 50 કરોડ રૂપિયાની રકમ આવંટિત કરવામાં આવી છે.

    નવી હોસ્પિટલોનું નિર્માણ

    સરકારે કોવિડ-19ને નિયંત્રિત કરવા માટે જે મહેનત કરી તેને જોતા અને થયેલા અનુભવોને જોતા દિલ્હી સરકારે સ્વાસ્થ્ય સંબંધી બુનિયાદી સ્ટ્રક્ચરના વિકાસ માટે 1293 કરોડ રૂપિયા આવંટિત કર્યા છે. આ પરિયોજનામાં જ્વાલાપુરી, સિરસપુર, માદીપુર અને વિકાસપુરીમાં નવી હોસ્પિટલોનું નિર્માણ સામેલ છે. આ સિવાય 19 વર્તમાન હોસ્પિટલોમાં નવું રૂપ આપવામાં આવશે. નવી પરિયોજનાને પૂરી કર્યા પછી દિલ્હીમાં હોસ્પિટલોમાં બિસ્તરોની સંખ્યા 14,000થી વધારે વધી જશે.

    બધા દિલ્હીવાસીઓ માટે હેલ્થ કાર્ડ

    અરવિંદ કેજરીવાલ સરકાર સતત દિલ્હીવાસીઓના જીવનને શાનદાર બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને ઉચ્ચ સ્તરનું જીવન પ્રદાન કરવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં સ્વાસ્થ્ય ક્ષેત્રમાં મહત્વપૂર્ણ નિવેશ સામેલ છે. હવે દરેક દિલ્હીવાસીઓને હેલ્થ કાર્ડ આપવામાં આવશે. આ સિવાય સરકાર એક ઓનલાઇન સ્વાસ્થ્ય સુવિધા પ્રદાન કરશે જ્યાં દિલ્હીના નાગરિકોના પ્રાસંગિક સ્વાસ્થ્ય ડેટા ઉપલબ્ધ હશે. ડોક્ટર ડેટા બેઝના આધારે જાણકારી સુધી પહોંચશે અને લોકોની મદદ કરી શકશે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Covid vaccination, અરવિંદ કેજરીવાલ, દિલ્હી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन