JNU હિંસા : હુમલામાં ઘાયલ JNUSU અધ્યક્ષ આઈશી ઘોષ સહિત 19 સ્ટુડન્ટ્સ વિરુદ્ધ FIR

News18 Gujarati
Updated: January 7, 2020, 11:46 AM IST
JNU હિંસા : હુમલામાં ઘાયલ JNUSU અધ્યક્ષ આઈશી ઘોષ સહિત 19 સ્ટુડન્ટ્સ વિરુદ્ધ FIR
હિંસામાં સ્ટુડન્ટ યૂનિયનની અધ્યક્ષ આઈશી ઘોષને પણ ગંભીર ઈજા થઈ હતી.

હિન્દુ રક્ષા દળે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં થયેલી હિંસાની જવાબદારી લીધી

  • Share this:
નવી દિલ્હી : જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (Jawaharlal Nehru University-JNU)માં થયેલા હિંસા મામલે સ્ટુડન્ટ યૂનિયનની અધ્યક્ષ આઈશી ઘોષ (Aishe Ghosh) સહિત 19 સ્ટુડન્ટ્સની વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. રવિવાર રાત્રે કેટલાક બુકાનીધારી બદમાશોએ જેએનયૂ કેમ્પસમાં ઘૂસીને સ્ટુડન્ટ્સ અને શિક્ષકો સાથે લોખંડના સળીયા અને ડંડાથી મારઝૂડ કરી હતી. તેમાં કુલ 34 સ્ટુડન્ટ્સ ઘાયલ થયા હતા, જેમાં આઈશી ઘોષણ પણ સામેલ હતી. મારપીટમાં આઈશીના માથા પર ઊંડો ઘા વાગ્યો હતો, ત્યારબાદ તેને એઇમ્સના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવી હતી.

ન્યૂઝ એજન્સી ANI મુજબ, જેએનયૂમાં 4 જાન્યુઆરીને જે મારપીટ અને સર્વર રૂમ તોડવાની એફઆઈઆર નોંધાઈ છે તેમાં JNUSU અધ્યક્ષ આઈશી ઘોષ અને તેના 7-8 સાથીઓના નામ સામેલ છે. આ એફઆઈઆર જેએનયૂ પ્રશાસન તરફથી 5 જાન્યુઆરીએ કરવામાં આવી હતી.

હિન્દુ રક્ષા દળે હિંસાની જવાબદારી લીધી

બીજી તરફ, આ હિંસાની તમામ જવાબદારી હિન્દુ રક્ષા દળ (Hindu Raksha Dal)એ લીધી છે. હિન્દુ રક્ષા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ પિંકી ચૌધરી (Pinky Chaudhary)એ એક વીડિયો જાહેર કરીને કહ્યું કે, સ્ટુડન્ટ્સ સાથે મારપીટ કરનારા તેમના કાર્યકર્તા હતા. તેઓએ કહ્યું કે, જેએનયૂમાં દેશ વિરોધી પ્રવૃત્તિઓ ચાલે છે, જે તેમને સહન નથી. તેઓએ કહ્યું કે જો કોઈ દેશની વિરુદ્ધ કાવતરું ઘડશે તો આવી જ રીતે જવાબ આપીશું જે પ્રકારે રવિવારે જેએનયૂમાં આપવામાં આવ્યો.



જેએનયૂમાં કેવી રીતે ભડકી હિંસા?

જેએનયૂ પ્રશાસન મુજબ, કેમ્પસમાં ગત 8 ઑક્ટોબરથી હૉસ્ટેલ ફી વધારવાના વિરોધમાં સ્ટુડન્ટ યૂનિયન સહિત સામાન્ય સ્ટુડન્ટ્સનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. તેમાં સ્ટુડન્ટ્સે ડિસેમ્બરની સેમેસ્ટર પરીક્ષાઓનો બહિષ્કાર કર્યો હતો. બે દિવસ સુધી લેફ્ટ સંગઠનોએ સર્વર રૂમ પર કબજો કરી દીધી હતો અને રજિસ્ટ્રેશન નહોતું થવા દેતા. આ દરમિયાન રવિવારે કેટલાક સ્ટુડન્ટ્સ સેમેસ્ટર રજિસ્ટ્રેશનના છેલ્લા દિવસે રજિસ્ટર કરાવવા જઈ રહ્યા હતા. ત્યારે પ્રૉક્ટર ઑફિસની બહાર સ્ટુડન્ટ યૂનિયન સહિત ડાબેરી સ્ટુડન્ટ્સ સંગઠનોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન તેમની વચ્ચે ધક્કા-મૂક્કી અને બોલાચાલી થઈ. મળતી માહિતી મુજબ, ઘટનાસ્થળે કેટલાક શિક્ષકો પણ હતા પરંતુ કોઈએ ડાબેરી સ્ટુડન્ટ્સ સંગઠનોને મારપીટ કરવાથી રોક્યા નહોતા.

આ પણ વાંચો, PM મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કર્યો, કહ્યું- તમામ ક્ષેત્રોમાં મળીને કામ કરીશું
First published: January 7, 2020, 11:46 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading