Home /News /national-international /JNU કેમ્પસમાં વિદ્યાર્થીઓનો હંગામો, VC બોલ્યા- 'મારી પત્નીને બંધક બનાવી'

JNU કેમ્પસમાં વિદ્યાર્થીઓનો હંગામો, VC બોલ્યા- 'મારી પત્નીને બંધક બનાવી'

વીસીના ઘરે પહોંચેલા વિદ્યાર્થીઓને સુરક્ષા કર્મીઓએ અટકાવ્યાં હતાં.

વાઇસ ચાન્સેલરનો આરોપ છે કે વિદ્યાર્થીઓએ તેમના ઘરમાં તોડફોડ કરી હતી અને તેમની પત્નીને બંધક બનાવી લીધી હતી.

નવી દિલ્હી: જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં સોમવારે વિદ્યાર્થીઓએ વાઇસ ચાન્સેલર જગદીશ કુમારના ઘરનો ઘેરાવ કર્યો હતો. વાઇસ ચાન્સેલરનો આરોપ છે કે વિદ્યાર્થીઓએ તેમના ઘરમાં તોડફોડ કરી હતી અને તેમની પત્નીને બંધક બનાવી લીધી હતી.

દિલ્હી પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે જેએનયૂ વિદ્યાર્થીઓએ સોમવારે સાંજે વીસીના ઘર સુધી રેલી કાઢી હતી. આશરે 100 જેટલા વિદ્યાર્થીઓ રેલી કાઢીને વીસીના ઘર સુધી પહોંચ્યા હતા અને તેમના ઘરની અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સુરક્ષા કર્માચારીઓએ તેમને રોકી લીધા હતા.

કુલપતિએ ટ્વિટ કર્યું કે, "આજે સાંજે જેએનયૂના આશરે 100 જેટલા વિદ્યાર્થીઓ બળજબરીથી મારા ઘરમાં ઘૂસી આવ્યા હતા અને મારી પત્નીને બંધક બનાવી લીધી હતી. મારી પત્નીને અનેક કલાકો સુધી બંધક બનાવી રાખી હતી. આ દરમિયાન હું એક મિટિંગ માટે ઘરેથી બહાર ગયો હતો. વિરોધ કરવા માટે ઘરમાં રહેલી એકલી મહિલાને ડરાવવાનો શું આ યોગ્ય રસ્તો છ?"

દિલ્હી પોલીસના જણાવ્યા પ્રમાણે રાત્રે 9.30 વાગ્યા સુધી મોટા ભાગના વિદ્યાર્થીઓ પોતાની હોસ્ટેલમાં પરત ફરી ચુક્યા હતા.

ડાબેરી જૂથના વિદ્યાર્થીઓએ વીસી તરફથી લગાવવામાં આવેલા આક્ષેપના પાયોવિહોણા ગણાવ્યા છે. તેમના કહેવા પ્રમાણે વીસીના ઘર ખાતે સુરક્ષા કર્મચારીઓએ તેમની સાથે ગેરવર્તન કર્યું હતું.

વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું હતું કે, "અમે વીસીને મળવા માટે તેમના ઘરે ગયા હતા. વીસીના ઘર ખાતે સુરક્ષા કર્મચારીઓએ વિદ્યાર્થીઓ સાથે ઝપાઝપી કરી હતી. આ બનાવમાં JNUSUના પ્રમુખ એન સાય બાલાજી સહિત અનેક વિદ્યાર્થીઓને ઇજા પહોંચી છે."
First published:

Tags: Vice-chancellor, જેએનયૂ

विज्ञापन