જાતીય સતામણી બાબતે JNUના વિદ્યાર્થીઓનો હોબાળો

News18 Gujarati
Updated: March 20, 2018, 8:22 AM IST
જાતીય સતામણી બાબતે JNUના વિદ્યાર્થીઓનો હોબાળો

  • Share this:
દિલ્હી સ્થિત જવાહરલાલ નેહરૂ વિશ્વવિદ્યાલયમાં નવ વિદ્યાર્થીઓ સાથે જાતીય સતામણી થઈ હોવાનો કેસ સામે આવ્યો છે. જેએનયૂમાં પીડિત વિદ્યાર્થીઓ અને શિક્ષકોઓએ આરોપી પ્રોફેસર અતૂલ જોહરી વિરૂદ્ધ પ્રદર્શન શરૂ કરી દીધો છે. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે સોમવારે રાત્રે ઝડપ થઈ હોવાના સમાચાર છે. જેએનયૂ વિદ્યાર્થીઓએ હાઈવે જામ કરી દીધો હતો.

શિક્ષકોએ પણ નોંધાવી ફરિયાદ

જેએનયૂ વિદ્યાર્થી અને શિક્ષકો ઈચ્છે છે કો, અતુલ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને તેમને પ્રોફેસર પદથી દરખાસ્ત કરવામાં આવે. જૌહરી વિરૂદ્ધ જેએનયૂ વિદ્યાર્થી સોમવારે સાંજથી જ વસંત કૂંજ પોલીસ સ્ટેશન બહાર પ્રદર્શન કરી રહ્યાં હતા. દિલ્હી પોલીસે આ બાબતે સંબંધિત પીડિત વિદ્યાર્થીઓનું નિવેદન નોંધી લીધો છે. શિક્ષકોએ પણ આરોપી પ્રોફેસર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પીડિત વિદ્યાર્થીઓના નોંધાવવામાં આવ્યા નિવેદન

જાતીય સતામણી બાબતે હવે પીડિત મહિલાઓની કલમ 164 હેઠળ કોર્ટમાં નિવેદન નોંધાવામાં આવ્યા છે. સોમવારે આરોપીને તપાસ માટે પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યો હતો. પરંતુ જૌહરી હાજર થયો નહતો હવે તેને મંગળવારે ફરીથી પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યો છે. હવે મંગળવારે પોલીસ આ બાબતે જૌહરી સાથે પૂછપરછ કરીને આગળની કાર્યવાહી હાથ ધરશે. જ્યારે આરોપી અતુલ જૌહરી વિરૂદ્ધ જેએનયૂ પરિસરમાં પાછલા કેટલાક દિવસોથી વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યાં છે.
જણાવી દઈએ કે, આરોપ અતુલ જૌહરી જવાહરલાલ નેહરૂ વિશ્વવિદ્યાલયમાં લાઈફ સાયન્સના પ્રોફેસર છે. તેમના પર ક્લાસ વખતે વિદ્યાર્થીનીઓ સાથે અશ્લિલ વાતો અને છેડછાડ કરવાના આરોપ છે. આને લઈને જેએનયૂના વિદ્યાર્થીઓ કેટલાક તેમના વિરૂદ્ધ કેમ્પેનમાં પ્રદર્શન કરી રહ્યાં છે. ત્યાર બાદ પોલીસે પીડિત વિદ્યાર્થીઓની ફરિયાદના આધારે વસંત કુંજ નોર્થ પોલીસ સ્ટેશનમાં 354 અને 509ની આઈપીસી કલમ હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.

અતુલ જૌહરીએ આપી સફાઈ

આરોપી પ્રોફેસર અતુલ જૌહરીએ પોતાની સફાઈમાં કહ્યું કે, તેમના વિરૂદ્ધ ફરિયાદ કરનાર વિદ્યાર્થીઓની એટેન્ડેસ ક્લાસમાં ઓછી છે. તેથી તે કાર્યવાહીથી બચવા માટે આવા આરોપ લગાવી રહી છે. આ બાબતે દિલ્હી પોલીસ તપાસ કરી રહી છે.
First published: March 19, 2018, 9:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading