જિજ્ઞેશ મેવાણી બાદ આ માણસને મળી જીવથી મારી નાખવાની ધમકી

News18 Gujarati
Updated: June 9, 2018, 3:28 PM IST
જિજ્ઞેશ મેવાણી બાદ આ માણસને મળી જીવથી મારી નાખવાની ધમકી
દલિત નેતા અને ગુજરાતના વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા હતી. હવે જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય (જેએનયુ)ના વિદ્યાર્થી ઉમર ખાલિતને પણ પોતાના જીવનો ખતરો હોવાનો દાવો કર્યો છે

દલિત નેતા અને ગુજરાતના વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા હતી. હવે જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય (જેએનયુ)ના વિદ્યાર્થી ઉમર ખાલિતને પણ પોતાના જીવનો ખતરો હોવાનો દાવો કર્યો છે

  • Share this:
દલિત નેતા અને ગુજરાતના વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા હતી. હવે જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય (જેએનયુ)ના વિદ્યાર્થી ઉમર ખાલિતને પણ પોતાના જીવનો ખતરો હોવાનો દાવો કર્યો છે.

ખાલિદે શુક્રવારે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, રવિ પુજારી નામના ગેંગસ્ટર તેને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો છે. વિદ્યાર્થી નેતાએ ટ્વીટ કરીને દિલ્હી પોલીસ પાસે સુરક્ષાની માંગણી કરી છે. આ પહેલા શુક્રવારે જ જીજ્ઞેશ મેવાણીએ પણ આરોપ લગાવ્યો હતો કે, રવિ પુજારી તરફથી તેને જીવથી મારી નાખવાની ધમકીઓ મળી છે.

જિજ્ઞેશ મેવાણીએ તેમને ધમકી ભર્યા મેસેજ અને ટ્વિટ કર્યા છે. ‘આ જે ભડકાઉ ભાષણ આપવાનું બંધ કરી દે, નહીં તો ઠોકી દઇશ. ઉમર ખાલિદ પણ મારા હિટ લિસ્ટમાં છે. આ મારા તરફથી વોનિંગ છે. માફિયા ડોન રવિ પુજારી’ખાલિદની ફરિયાદ બાદ દિલ્હી પોલીસના અધિકારીએ જણાવ્યું કે તેઓ તપાસ કરી રહ્યા છે. ફરાર રવિ પુજારી મુંબઇ અંડરવર્લ્ડમાં ગેંગસ્ટર તરીકે જાણીતો છે. તેણે અંડરવર્લ્ડમાં છોટા રાજનની સાથે મળીને પગ મુક્યો હતો. પુજારી ઉપર આ પહેલા પણ ટોપ બોલિવૂડ હસ્તીઓને ધમકાવવાનો પણ આરોપ લાગ્યો હતો. મુંબઇ પોલીસ રવિ પુજારી વિરૂદ્ધ મામલો નોંધીને લાંબા સમયથી તપાસ કરી રહી છે. પોલીસ પ્રમાણે તે ફરાર છે અને તે દેશ બહાર રહીને ઓપરેટ કરી રહ્યો છે.
First published: June 9, 2018, 3:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading