'હું જાણવા માંગું છું કે મોત કેવું હોય છે', પ્રોફેસરને ઇ-મેલ કરી JNUના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા

News18 Gujarati
Updated: May 18, 2019, 2:52 PM IST
'હું જાણવા માંગું છું કે મોત કેવું હોય છે', પ્રોફેસરને ઇ-મેલ કરી JNUના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા
જવાહરલાલ નહેરૂ વિશ્વ વિદ્યાલયની ફાઇલ તસવીર

વિશ્વ વિખ્યાત જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીના વિદ્યાર્થીએ શુક્રવારે સ્ટડી રૂમમાં પંખા પર લટકી કથિર રીતે આત્મહત્યા કરી લીધી હતી.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : વિશ્વ વિખ્યાત જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીના વિદ્યાર્થીએ શુક્રવારે સ્ટડી રૂમમાં પંખા પર લટકી કથિર રીતે આત્મહત્યા કરી લીધી હતી. પોલીસના જણાવ્યા મુજબ સેકન્ડ યરના સ્ટુડન્ટ્સ ઋષી જોશુઆએ ફાંસીના ફંદા પર લટકી અને કથિત સ્યુસાઇડ નોટ લખી અને પોતાના પ્રાધ્યાપકને ઇમેલ કર્યો હતો.

પોલસીના જણાવ્યા અનુસાર જોશુઆએ પ્રોફેસરને મોકલેલા ઇમેલમાં લખ્યું, 'હું છેલ્લા ઘણા સમયથી મૃત્યુની ભૌતિક સ્થિતિની અનુભવવા માંગુ છું. તમે આ ઇમેલ વાંચશો ત્યાં હું નહીં હોવ. મારા પરિજનોનું ધ્યાન રાખજો. ' હોસ્ટેલના વોર્ડને સવારે સાડા અગિયાર વાગ્યે પોલીસને ઘટનાની જાણ કરી હતી. જોશુઓ જેએનયુની હોસ્ટલમાં જ રહેતો હતો.

દિલ્હી દક્ષિણ પશ્ચિમના ડીસીપી દેવેન્દ્ર આર્યએ જણાવ્યું હતું કે 'પોલીસને હોસ્ટેલના વોર્ડને ફોન કર્યો બાદમાં ઘટના સ્થળે જઇને અમે તપાસ કરી હતી. પોલીસની તપાસમાં લાઇબ્રેરી રૂમ અંદરથી બંધ હતો અને દરવાજો ખખડાવા બાદ કોઈ જવાબ નહોતો મળ્યો'

આ પણ વાંચો :  પ્રેમી-પ્રેમિકાએ પ્રેગનેન્ટ મહિલાની કરી હત્યા, પછી પેટ ચીરીને કાઢ્યું બાળક

ડીસીપીનું નિવેદન
પોલીસે જ્યારે બારીમાંથી જોયું તો પંખા પર એક મૃતદેહ લટકાઈ રહ્યો હતો. દરવાજો તોડીને પોલીસે તપાસ કરી હતી. પોલીસે કેબલ તોડી લાશને નીચે ઉથારી હતી. પોલીસે મૃતદેહને સફદરગંદ હૉસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. પોલીસે જોશુઆના સંબંધીને જાણ કરતા મેથ્યુસ વર્ગીસ જેએનયુ પહોંચ્યા હતા.ડીસીપીએ કહ્યું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે જોશુઆની સારવાર ચાલુ હતી. તેણે અંગ્રેજી વિષયના એક પ્રોફેસરને સ્યુસાઇડ નોટ લખીને મોકલી હતી. પોલીસને શંકા છે કે વિદ્યાર્થી છેલ્લા ઘણા સમયથી આઘાતમાં હતો. પોલીસ આ ઘટનમાં પ્રેમ પ્રકરણની પણ તપાસ કરશે.

કેટલાક વિદ્યાર્થીઓનો દાવો હતો કે જોશુઓ થોડા દિવસો પહેલાં ગાયબ થઈ ગયો હતો. જોકે, પોલીસે તેમનો દાવો નકાર્યો છે. યુનિવર્સિટીએ એક નિવેદન બહાર પાડી આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યુ છે.
First published: May 18, 2019
વધુ વાંચો
अगली ख़बर