નવી દિલ્હી : જેએનયૂ (JNU)માં છાત્રો પર હુમલાના મામલામાં દિલ્હી પોલીસને (Delhi Police) મોટી સફળતા મળી છે. સૂત્રોનો દાવો છે કે દિલ્હી પોલીસને બુકાનીધારીની ઓળખ કરવા માટે મહત્વની સાબિતી મળી છે. જોકે બીજી તરફ કેટલાક લોકોનો આરોપ છે કે દિલ્હી પોલીસ મામલાને દબાવવાનો પ્રયત્ન કરી રહી છે.
જેએનયૂ પ્રકરણમાં તપાસ કરી રહેલી એજન્સીઓને કેટલીક મહત્વપૂર્ણ સાબિતી મળી છે. જેના આધારે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જલ્દી આ મામલાને ઉકેલી લેવામાં આવશે. દિલ્હી પોલીસે કેટલાક બુકાનીધારી હુમલાખોરોની ઓળખાણ પણ કરી લીધી છે. જેએનયૂમાં છાત્રોનું મોબિલાઇઝેશન થઈ રહ્યું છે. એટલે કે ગુપ્ત એજન્સીઓ એ વાતની પણ તપાસ કરી રહી છે કે યોજનાબદ્ધ તરીકેથી છાત્રોને અલગ-અલગ રીતથી અલગ-અલગ સ્થાને ભેગા કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો - વિદ્યાર્થીઓના સમર્થનમાં JNU પહોંચી દીપિકા પાદુકોણ, કન્હૈયા કુમાર પણ હતો હાજર
રવિવારે બુકાનીધારી લોકોના એક ટોળાએ દક્ષિણ દિલ્હી સ્થિતિ જેએનયૂ પરિસરમાં ઘુસીને ત્રણ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓેને નિશાન બનાવ્યા હતા. લાકડીઓ, પાઇપ અને પત્થરોથી હુમલો કરવામાં આવ્યો હતો. હોસ્ટેલની બારીઓ, ફર્નીચર અને બીજા સામાન પણ તોડી નાખ્યા હતા. એક મહિલા છાત્રાવાસમાં પણ હુમલો કરવામાં આવ્યો હતો.
હુમલાની ઘટના પછી પરિસરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. વિશ્વવિદ્યાલયના અલગ-અલગ ગેટ પર મોટી સંખ્યામાં પોલીસકર્મી ગોઠવેલા છે.
Published by:Ashish Goyal
First published:January 08, 2020, 19:17 pm