ન્યૂઝ 18 ગુજરાતી: જમ્મુ- કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાન દ્વારા ફરી એકવાર કરાયેલા ગોળીબારમાં ભારતીય સેનાના એક જવાન શહીદ થઈ ગયા છે.
સમાચાર સંસ્થા ANIના અહેવાલ મુજબ રાજસ્થાનના જવાન ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે એક જવાન શહીદ થયા છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની સેનાએ શનિવારે પુંછ જિલ્લામાં એલઓસી નજીક આવેલી સેનાની ચોકીઓ પર નિશાન તાકીને ગોળીબાર શરૂ કરી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે ગત14મી ફેબ્રુઆરીએ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા પુલવામામાં સી.આર.પી.એફના કાફલા પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં દેશના 44 જવાનો શહીદ થયા હતા, ત્યારબાદ ભારતે પાકિસ્તાન પર આકરી કાર્યવાહી કરી હતી.
#UPDATE: Army Jawan Hari Waker-a resident of Rajasthan-was critically injured in ceasefire violation by Pakistan in Poonch sector, last night. He was shifted to Army Hospital where he succumbed to his injuries. #JammuAndKashmirhttps://t.co/Qwl8L96NV0
અધિકારીક સૂત્રોના જણાવ્યા મુજબ, શનિવારે પાકિસ્તાની સેનાએ શાહપુર અને કેરની વિસ્તારમાં ગોળીબાર કર્યો હતો, જેના કારણે સ્થાનિકોને ઘરમાં છૂપાઈ રહેવાની ફરજ પડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે 26મી ફેબ્રુઆરીએ ભારતીય વાયુ સેનાએ બાલાકોટમાં કરેલી એર સ્ટ્રાઇક બાદ ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવમાં વધારો થઈ ગયો છે. ભારતની કાર્યવાહીથી ગભરાયેલું પાકિસ્તાન સરહદ પર સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. 26મી ફેબ્રુઆરી બાદ પાકિસ્તાન 126 વાર સીઝફાયરનું ઉલ્લંઘન કરી ચુક્યું છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર