.. જ્યારે 12 વર્ષની કાશ્મીરી બાળકી માટે રોલિંગે ટ્વિટર પર મોકલ્યો સંદેશો

જમ્મુ-કાશ્મીરમાં રહેનારી 12 વર્ષની કુલસુમે જ્યારે રોલિંગ ઉપર એક નિબંધ લખ્યો હતો ત્યારે તેણે સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે તેને રોલિંગ પોતે વાંચશે.

જમ્મુ-કાશ્મીરમાં રહેનારી 12 વર્ષની કુલસુમે જ્યારે રોલિંગ ઉપર એક નિબંધ લખ્યો હતો ત્યારે તેણે સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે તેને રોલિંગ પોતે વાંચશે.

  • Share this:
જમ્મુ-કાશ્મીરમાં રહેનારી 12 વર્ષની કુલસુમે જ્યારે રોલિંગ ઉપર એક નિબંધ લખ્યો હતો ત્યારે તેણે સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે તેને રોલિંગ પોતે વાંચશે.
કુલસુમ પોતાની ઉંમરમાં અન્ય બાળકોની જેમ હેરી પોર્ટર સિરિઝના પુસ્તકો અને ફિલ્મોની મોટી ફેન છે. જોકે તેની કહાની તેના મિત્રોથી થોડી અલગ છે.

તે જમ્મુ કાશ્મીરમાં ડોડા ગામમાં અંગ્રેજી વાંચનારી પહેલી પેઢીથી આવે છે. તે ડોડાના હાજી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરે છે. રોલિંગે કુલસુમનો નિબંધ વાંચવા ઉપરાંત તેની સ્કૂલ ટીચરને પણ ટ્વિટ કર્યું હતું કે તે કુલસુમ માટે કંઇક મોકલવા માંગે છે.

રોલિંગે ટ્વિટ કર્યું હતું કે, શું તમે મને પર્સનલ મેસેજમાં કુલસુમનું આખું નામ મોકલી શકો છો ? હું એના માટે કંઇક મોકલવા ઇચ્છું છું.હેરી પોર્ટરમાં હરમાઇની કુલસુમનું પ્રિય પાત્ર છે. જ્યારે તેણે જાણ થઇ કે રોલિંગે તેના માટે ટ્વિટ કર્યું હતું છે ત્યારે આ તેના માટે જાદુઇ અનુભવ છે. કુલસુમે ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, સબાહ મેમે મને જણાવ્યું કે જેકે રોલિંગે તેનો નિબંધ જોયો છે અને તેના ઉપર રિપ્લાય પણ કર્યો છે. હું ખુબ જ ખુશ છું કે જ્યારે હું તેમને મળીશ ત્યારે તેમને કહીશ કે તે ખુબજ સારા છે.

કુલસુમની ટીચર સબાહ હાજીએ તેના નિબંધની ફોટો ટ્વિટ કરી હતી. ટ્વિટમાં તેમણે જેકે રોલિંગને ટેગ કરીને લખ્યું હતું કે, કુલસુમ હિમાચલમાં ઇંગ્લિશનો અભ્યાસ કરનારી ફર્સ્ટ જનરેશનથી આવે છે. એક દિવસ તે તેમને મળવા ઇચ્છે છે. આ નિબંધમાં કુલસુમે લખ્યું હતું કે, મે જેકે રોલિંગથી એટલા માટે પ્રભાવિત થઇ છે કે તેમની સામે અનેક સમસ્યાઓ આવી પરંતુ તેમણે ક્યારે હાર ન્હોતી માની. આ નિબંધમાં કુલસુમની ટીચરે અનેક જગ્યાએ લાલ સહીથી સુધાર્યું હતું. આ નિબંધમાં એ પણ લખ્યું હતું કે, કુલસુમ બીજી કક્ષાથી અંગ્રેજી શીખી રહી છે.

રોલિંગે ટ્વિટથી માત્ર કુલસુમ નહીં પરંતુ આખી સ્કૂલ ખુશ છે. સ્કૂલના ટીચર સબાહ હાજીએ કહ્યું હતું કે, રોલિંગની ટ્વિટને ફ્રેમ બનાવીને સ્કૂલમાં રાખવામાં આવશે.
First published: