ફેક ન્યૂઝ ફેલાવવા બદલ જમ્મુ-કાશ્મીર પોલીસે લેખિકા મધુ કિશ્વરને ખખડાવ્યાં

મધુ કિશ્વર

 • Share this:
  વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં પ્રસંશક અને મોદી, મુસ્લિમ અને મીડિયા નામના પુસ્તકના લેખિકા મધુ કિશ્વર ફરી એક વખત ફેક ન્યૂઝ ફેલાવતા ઝડપાઇ ગયા છે. આ વખતે, તેમણે જમ્મુ-કાશ્મીર પોલીસ વિશે જુઠ્ઠાણું ફેલાવ્યું છે.

  મધુ કિશ્વરએ ટ્વીટ કરીને એવી માહિતી આપી હતી કે, મને એ જાણીને દુઃખ થયું છે કે, જમ્મુ-કાશ્મીરના પોલીસ વડાએ બુરહાન વાનીનું એન્કાઉન્ટર કરનાર પોલીસ અધિક્ષકને સસ્પેન્ડ કરી દીધા છે. કારણ કે, મહેબુબા મુફ્તિ બુરહાન વાનીનાં એન્કાઉન્ટરથી નારાજ હતા. શું ઇન્ડિયન પોલિસ સર્વિસની તાલીમ આમ જ હોય છે ?

  મધુ કિશ્વર ફેક ન્યૂઝ ફેલાવવા માટે કુખ્યાત છે. આ વખતે પણ તેમણે વિવાદાસ્પદ ટ્વીટ કર્યું છે. તેમણે એવા ફેક ન્યૂઝ ટ્વીટ કર્યા કે, જમ્મુ-કાશ્મીરનાં પોલીસ વડા શેષ પોલ વૈદ્યે પોલીસ અધિક્ષકને સસ્પેન્ડ કર્યા છે. મધુ કિશ્વરે કહ્યુ છે કે, આ માહિતી તેમને સુશિલ પંડિત પાસેથી માહિતી મળી હતી.

  છેલ્લા ઘણા મહિનાઓથી, મધુ કિશ્વરે માહિતી ચકાસ્યા વગરનાં ખોટા અને ફેક ન્યૂઝ ફેલાવીને એક જુદા પ્રકારની ખ્યાતિ પ્રાપ્ત કરી છે.

  મધુ કિશ્વરે તેમના ટ્વીટ દ્વારા ઝેર ઓકવામાં કાંઇ પાછી પાની કરી નથી. તેમણે જમ્મુ-કાશ્મીરનાં મુખ્યમંત્રી મેહુબુબા મુફ્તિને જેહાદી રાજકારણી કહ્યા. એટલુ જ નહીં, જમ્મુ-કાશ્મીરનાં પોલીસ વડા પર પણ વ્યક્તિગત આરોપો લગાવ્યાં.

  જમ્મુ-કાશ્મીર પોલીસે મધુ કિશ્વરનાં આ આરોપોને નકારી દીધા છે. જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું કે, કોઇ પોલીસ અધિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી. પણ જુઠાણાં ભરેલી માહિતી મધુ કિશ્વરે શેર કરી તેનાથી વધુ આઘાત લાગ્યો છે.

  મધુ કિશ્વરની જેમ જ સુશિલ પંડિત નામનો માણસ ફેક ન્યૂઝ મામલે છેલ્લા ઘણા દિવસોથી સમાચારોમાં રહ્યો છે. ગયા અઠવાડિયે જમ્મુ-કાશ્મીર પોલીસે ખોટી માહિતી ટ્વીટ કરવા બદલ તેની સામે ગુનો દાખલ કર્યો છે.

  સુશિલ પંડિત હાઇવ કોમ્યુનિકેશનનો માલિક છે અને ભારતીય જનતા પાર્ટી સાથે કામ કરી ચૂક્યો છે. આ માણસ ટીવી ડિબેટમાં પણ જોવા મળે છે.

  પોતે આપેલી માહિતી ખોટી છે એમ જાણ્યા પછી પણ મધુ કિશ્વરે આ માહિતી ડિલીટ કરી નથી અને એમ કહ્યું કે, મે મારી માહિતીનો સ્ત્રોત અગાઉ જ જણાવી દીધો છે. એ માણસ આધારભૂત છે. મને એવુ લાગતુ નથી કે, એ માણસ મને ખોટી માહિતી આપી શકે. એને પોતાને જ આ બાબતે ચોખવટ કરવા દો.

  જો કે, જે લોકો મધુ કિશ્વરની વોટટ્સએપ ફોરવર્ડની આદતને જાણે છે તે લોકોને તેમના આ ફેક ન્યૂઝથી આશ્ચર્ય થશે નહીં.

  (અલ્ટન્યૂઝમાંથી સાભાર)
  Published by:Vinod Zankhaliya
  First published: