ન્યૂઝ18 ગુજરાતી: જમ્મુ-કાશ્મીરમાં થઈ રહેલી ભારે બરફવર્ષા વચ્ચે આજે નિયંત્રણ રેખા (LoC) પર હિમસ્ખલન થવાની ઘટના સામે આવી છે. કાશ્મીરના પુંછ જિલ્લામાં આવેલા આ હિમસ્ખલનમાં સેનાના એક જવાન શહીદ થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે, તથા અન્ય એક જવાન ઘાયલ થયો છે.
મળતી માહિતી મુજબ, આ હિમસ્ખલન પુંછના સબ્જિયાન વિસ્તારમાં થયું છે. સેના દ્વારા તાત્કાલીક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, હિમસ્ખલનના કારણે સેનાના એક જવાન લાન્સ નાયક સપન મેહરાનું ઘટનાસ્થળે જ મોત થયું છે. સપન મેહરા હિમાચલ પ્રદેશના કાંગડાના રહેવાસી છે. બીજી તરફ, ત્યાં તહેનાત પંજાબના એક અન્ય સિપાહી હરપ્રીતસિંહ ઘાયલ થઈ જાય છે. હરપ્રીતસિંહને નજીકની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.