પાકિસ્તાનના બે BAT કમાન્ડો ઠાર, ભારતીય સેનાએ કહ્યું- ઘૂસણખોરોની બોડી લઈ જાઓ

News18 Gujarati
Updated: December 31, 2018, 1:47 PM IST
પાકિસ્તાનના બે BAT કમાન્ડો ઠાર, ભારતીય સેનાએ કહ્યું- ઘૂસણખોરોની બોડી લઈ જાઓ
BAT કમાન્ડો એલઓસી પર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

સેનાએ ઘૂસણખોરી પર કહ્યું કે ઘૂસણખોરોએ ફૌજીઓના કપડા પહેર્યા હતા અને તેમની પાસે ઘણો સામાન હતો

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: નવા વર્ષ પહેલા ભારતની જમીન પર આતંક ફેલાવવવા પાકિસ્તાની આતંકીઓના ઈરાદાઓને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવી દીધી છે. ભારત-પાકિસ્તાન લાઇન ઓફ કન્ટ્રોલ (LoC) પર 30 ડિસેમ્બરે નૌગામ સેક્ટરમાં ભારતીય જવાનોએ પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમની વિરુદ્ધ કાર્યવાહી કરી. આ કાર્યવાહીમાં બે ઘૂસણખોરોને ઠાર મારવામાં આવ્યા છે. જ્યારે ઘણી માત્રામાં હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, પાકિસ્તાનની BAT ટીમ એલઓસીની પાસે જંગલોમાં ભારે હથિયારો સાથે આવી રહી હતી, જ્યારે આ બોર્ડરની પાસે હતા તો પાકિસ્તાની સેનાએ તેમને કવર કરવા માટે સતત ફાયરિંગ પણ કર્યું.

ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ, ભારતીય જવાનોએ પાકિસ્તાનની BAT ટીમના આ હુમલાને નિષ્ફળ કરી દીધો છે. આ હુમલામાં ભારતે બે પાકિસ્તાન સેનાના જવાનોને પણ ઠાર માર્યા છે, અને અનેક કથિયાર જપ્ત કર્યા છે. BAT ટીમના ઓપરેશનને નિષ્ફળ કર્યા બાદ સેનાના જવાનોએ જંગલમાં શોધખોળ કરી.

 સેનાએ ઘૂસણખોરી પર કહ્યું કે ઘૂસણખોરોએ ફૌજીઓના કપડા પહેર્યા હતા અને તેમની પાસે ઘણો સામાન હતો. તેમની પાસેથી ઘણા હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે, જે વસ્તુઓ બરામદ થઈ છે તેમાં અંદાજો લગાવી શકાય છે કે તેઓ ભારતીય સેનાની પોસ્ટ પર હુમલો કરવા માટે આવી રહ્યા હતા.

સેનાનું કહેવું છે કે કારણ કે પાકિસ્તાની સેના આ BAT ટીમને પ્રોટેક્શન આપી રહી હતી, એટલા માટે અમે તેની અપીલ કરીશું કે તેઓ પોતાના બે ઘૂસણખોરોની લાશ પરત લે.

શું છે BAT?
- BATનું પૂરું નામ બોર્ડર એક્શન ટીમ છે. તેના વિશે સૌથી પહેલા ઓગસ્ટ 2013ની રાતે જાણવા મળ્યું હતું. ત્યારે આ ટીમે એલઓસી પર પેટ્રોલિંગ કરી રહેલી ભારતીય સેનાની ટુકડીને નિશાન બનાવી હતી.
- મૂળે, આ પાકિસ્તાનની સ્પેશલ ફોર્સ માટે સૈનિકોનું એક ગ્રુપ છે. આશ્ચર્યની વાત એ છે કે BATમાં સૈનિકો જેવી ટ્રેનિંગ મેળવેલા આતંકી પણ છે. તેઓ LoCમાં 1થી ઘ કિલોમીટર સુધી અંદર ઘૂસીને હુમલો કરવા માટે તૈયાર કરવામાં આવ્યા છે.
- BATને સ્પેશલ સર્વિસ ગ્રુપ એટલે કે એસએસજીએ તૈયાર કરી છે. તે સમગ્ર પ્લાનિંગની સાથે હુમલો કરે છે. આ ટીમ પહેલા ખાનગી રીતે ઓપરેશનને પાર પાડતી હતી પરંતુ બાદમાં મીડિયાના કારણે ન્યૂઝમાં રહેવા લાગી.
First published: December 31, 2018, 9:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading