જમ્મુ કાશ્મીરમાં બારુદી સુરંગ મળ્યા બાદ કેન્દ્ર સરકારે તમામ અમરનાથ પ્રવાસીઓને પરત બોલવવાનો નિર્ણય લીધો છે. સરકારે તમામ પ્રવાસીઓને જમ્મુ કાશ્મીરમાંથી પરત ફરવા આદેશ આપ્યો છે. અમરનાથ યાત્રાના રસ્તેથી એક અમેરિકન સ્નાઇપર રાઇફલ M-24 મળી આવી છે. આ સિવાય રસ્તામાંથી પાકિસ્તાન નિર્મિત અનેક બારુદ સુરંગ પણ મળી આવી છે. ભારતીય સેનાએ નિવેદન જાહેર કરી જણાવ્યું કે હાલ આ વિસ્તારમાં ઓપરેશન ચાલી રહ્યું છે અને અન્ય બારુદી સુરંગો મળવાની પણ આશંકા છે.
ભારતીય સેનાએ શુક્રવારે એક પ્રેસ કોન્ફ્રેન્સમાં જણાવ્યું કે આતંકીઓએ અમરનાથ યાત્રાને નિશાન બનાવવાનો પ્લાન બનાવ્યો હતો. આ દરમિયાન યાત્રાના રસ્તેથી પાકિસ્તાનમાં બનેલી બારુદી સુરંગ મળી આવી છે. લેફ્ટિનેંટ જનરલ કેજેએસ ઢિલ્લને જણાવ્યું કે તેનાથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાની આર્મી હજુ પણ આતંકીઓને સાથ આપે છે. હવે આ વાતને અમે સહન નહીં કરીએ.
Jammu & Kashmir: The Pakistan Ordnance factory anti-personnel mine recovered from a terror cache busted by security forces. pic.twitter.com/d0g4zui5Y4
ઢિલ્લને કહ્યું કે પાકિસ્તાની આર્મી ઘાટીમાં શાંતિભંગ કરવાના ઇરાદાથી આ પ્રકારે આતંકીઓનો સાથ આપી રહી છે. ઢિલ્લને કહ્યું કે પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠનોએ છેલ્લા કેટલાક દિવસોમાં IED અને બારુદી સુરંગોનો ઉપયોગ કર્યો છે.
જો કે ભારતીય સેનાએ સ્પષ્ટ કર્યું કે અમરનાથ યાત્રાના વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. ઢિલ્લન પ્રમાણે હાલ સેનાનો ટાર્ગેટ જેશ એ મોહમ્મદ અને લશ્કર એ તોયબા જેવા સંગઠનોને ઘાટીમાંથી જડમૂડથી ખતમ કરવાનો છે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર