ફારૂક અબ્દુલ્લાએ કહ્યું- સજ્જાદ લોનના પિતા ઘાટીમાં હિંસા માટે જવાબદાર, પાક.થી લાવ્યા હતા બંદૂક

નેશનલ કોન્ફ્રેંસ ચીફ ફારુક અબ્દુલ્લા (ફાઇલ ફોટો)

નેશનલ કોન્ફ્રેંસ ચીફે કહ્યું- જ્યારે પૂર્વ રાજ્યપાલ જગમોહને તેમને સસ્પેન્ડ કર્યા તે સમયે અબ્દુલ ગની લોને કહ્યું કે તેઓ પાકિસ્તાનથી બંદૂક લાવશે

 • Share this:
  જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફ્રેંસના ચીફ ફારુક અબ્દુલ્લાએ પીપલ્સ કોંન્ફ્રેંસ નેતા સજ્જાદ લોનના પિતાને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. અબ્દુલ્લાએ કહ્યું કે સજ્જાદ લોનના પિતા અબ્દુલ ગની કાશ્મીર ઘાટીમાં બંદૂક લાવવાનો જવાબદાર છે. તેઓએ સજ્જાદ લોનના આરોપ પર વળતો હુમલો કરતાં કહ્યું કે જો તે બોલવાનું શરૂ કરશે તો લોનને જવાબ આપવો અઘરો પડી જશે.

  અંગ્રેજી અખબાર ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ફારૂક અબ્દુલ્લાએ રવિવારે બારામુલામાં એક પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી. નેશનલ કોન્ફ્રેંસની ચીફ અબ્દુલ્લાએ કહ્યું કે, જ્યારે પૂર્વ રાજ્યપાલ જગમોહને તેમને સસ્પેન્ડ કર્યા નહતા, તો તે સમયે અબ્દુલ ગની લોન તેમની પાસે આવ્યા હતા. તેઓએ કહ્યું હતું કે તે પાકિસ્તાનથી બંદૂક લાવશે. અબ્દુલ્લાએ કહ્યું કે, મેં ત્યારે ગનીને ખૂબ સમજાવ્યા હતા, પરંતુ તેઓ નહોતા માન્યા. ઉલ્લેખનીય છે કે, સજ્જાદ લોને નેશનલ કોન્ફ્રેંસ પર રાજકારણની વિશેષ ઓળખને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો.

  આ પણ વાંચો, દલિતોએ દેશમાં તમામ હનુમાન મંદિરો પર કબ્જો કરી લેવો જોઇએ: દલિત નેતા ચન્દ્રશેખર

  PoK પાકિસ્તાનનો હિસ્સો

  ફારૂક અબ્દુલ્લાએ પાક અધિકૃત કાશ્મીરને લઈને પણ મોટું નિવદેન આપ્યું. તેઓએ કહ્યું કે, પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (PoK), જેને ભારતમાં પાક અધિકૃત કાશ્મીરના રૂપમાં ઓળખવામાં આવે છે, મૂળે તે પાકિસ્તાનનો જ હિસ્સો છે.

  નેશનલ કોન્ફ્રેંસ નેતાએ કહ્યું કે, હું આજે પણ કહું છું કે અમે હિન્દુસ્તાનો હિસ્સો છીએ અને કાલે પણ રહીશું. પાકિસ્તાન પણ હંમેશા કહેતું આવ્યું છે કે ત્યાંનુ કાશ્મીર તેમનો હિસ્સો છે અને અમે પણ કહીએ છીએ કે અહીંનું આઝાદ કાશ્મીર અમારું છે. અમે બંને દેશો વચ્ચેની દીવાલ પાડીશું. બંને તરફના લોકોને મળવા અને વેપાર કરવાનો હક હોવો જોઈએ.
  Published by:Mrunal Bhojak
  First published: