Home /News /national-international /

J&K: હંદવાડા એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર, 5 જવાન શહીદ

J&K: હંદવાડા એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર, 5 જવાન શહીદ

પ્રતીકાત્મક તસવીર

જમ્મુ-કાશ્મીર પોલીસ મુજબ, બાબાગુંડ વિસ્તારમાં સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ જવાનો પર ફાયરિંગ કરી દીધું

    જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં શનિવાર મોડી રાતથી સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર માર્યા છે. ભારે ફાયરિંગમાં બે સીઆરપીએફ અધિકારી અને જમ્મુ-કાશ્મીર પોલીસના બે જવાન શહીદ થવાના અહેવાલ છે.  બીજી તરફ, એન્કાઉન્ટર દરમિયાન ઘાયલ એક સીઆરપીએફ જવાનનું રવિવારે મોત થયું છે. જ્યારે ચાર સ્થાનિક રહેવાસી ઘાયલ થયા છે.

    જમ્મુ-કાશ્મીર પોલીસ મુજબ, બાબાગુંડ વિસ્તારમાં સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ જવાનો પર ફાયરિંગ કરી દીધું. એન્કાઉન્ટરમાં 9 જવાન ઘાયલ થયા હતા. ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ તેમાંથી 4 જવાનો શહીદ થયા હોવાની પુષ્ટિ થઈ છે.

    એન્કાઉન્ટરના સ્થળે સ્થાનિક લોકોએ સુરક્ષાદળો પર પથ્થરમારો પણ કર્યો. આ દરમિયાન ચાર નાગરિક પણ ઘાયલ થયા છે.

     આ પહેલા સુરક્ષાદળોએ શુક્રવાર સવારે કુપવાડાના હંદવાડામાં બે આતંકીઓને ઢાળી દીધા હતા. સૈન્ય અધિકારીએ જણાવ્યું કે પાક. સેના તરફથી એલઓસી પર પુંછ, કૃષ્ણાઘાટી, નવશેરા સેક્ટરમાં ફાયરિંગ કરવામાં આવ્યું. છેલ્લા એક સપ્તાહમાં 60 વાર પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.

    આ પણ વાંચો, જ્યારે બડગામમાં ક્રેશ થયું IAFનું વિમાન તો, લોકોને લાગ્યું કે શરુ થયું ભારત-પાક યુદ્ધ
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: CRPF, J&K, Martyr, Security, આતંકી, એન્કાઉન્ટર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन