J&K: મહેબૂબા કેબિનેટમાં 8 નવા ચહેરા, કવિન્દર ગુપ્તા બન્યા નાયબ મુખ્યમંત્રી

News18 Gujarati
Updated: April 30, 2018, 1:51 PM IST
J&K: મહેબૂબા કેબિનેટમાં 8 નવા ચહેરા, કવિન્દર ગુપ્તા બન્યા નાયબ મુખ્યમંત્રી

  • Share this:
જમ્મુ-કાશ્મીરના કેબિનેટમાં સોમવારે મોટા ફેરફાર થયા હતા. મહેબૂબા મુફ્તિ કેબિનેટમાં 8 નવા ચહેરાને સ્થાન મળ્યું હતું. વિધાનસભાના સ્પીકર કવિન્દર ગુપ્તાએ નિર્મલસિંહની જગ્યાએ ડેપ્યુટી સીએમના શપથ લીધા હતા. બપોરે 12 વાગ્યે કેન્વેન્શન સેન્ટરમાં કેબિનેટમાં સામેલ થયેલા નવા મંત્રીઓ અને નવા નાયબ મુખ્યમંત્રીએ પદ અને ગુપ્તતાના શપથ લીધા હતા.

મહેબૂબા કેબિનેટમાં બીજેપીના છ અને પીડીપીના 2 મંત્રીઓને સ્થાન મળ્યું હતું. પીડીપીના ક્વોટામાં મોહમ્મદ અશરફ મીર અને મોહમ્મદ અલીલને કેબિનેટમાં સામેલ કરાયા હતા. જમ્મુ-કાશ્મીરમાં મુખ્યમંત્રી સહિત કુલ 25 મંત્રી થઈ ગયા છે. કરાર પ્રમાણે સરકારમાં પીડીપીના 14 અને બીજેપીના 11 મંત્રીઓ હશે.

મહેબૂબા કેબિનેટમાં સમાવેલા બીજેપીના નવા મંત્રી

- કવિન્દ્ર ગુપ્તા (નાયબ મુખ્યપ્રધાન)
- સતપાલ શર્મા
- સુનીલ કુમાર શર્મા- રાજીવ જસરોટિયા
- દેવેન્દ્ર કુમાર મન્યાલ
- શક્તિરાજ પરિહાર

મહેબૂબા કેબિનેટમાં સામેલ પીડીપીના મંત્રી

- મોહમ્મદ ખલીલ
- મોહમ્મદ અશરફ મીર

નિર્મલસિંહનું રાજીનામું

જમ્મુ-કાશ્મીરના ઉપમુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નિર્મલસિંહે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. નિર્મલ સિંહે પોતાના રાજીનામા અંગે પુષ્ટિ કરતા કહ્યું છે કે, 'મે નાયબ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. હવે બીજેપીનો નવો ચહેરો આ પદ સંભાળશે.'

નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરમાં ગઠબંધનમાં ભાગીદાર ભારતીય જનતા પાર્ટીએ 17 એપ્રિલના રોજ તમામ 9 મંત્રીઓને રાજીનામું આપવાનું કહ્યું હતું. બીજેપીના આવા પગલાંને કેબિનેટમાં નવા ચહેરાઓને સ્થાન આપવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે, પાર્ટીએ અત્યાર સુધી તેમના રાજીનામા રાજ્યપાલને મોકલ્યા ન હતા.

હકીકતમાં કઠુઆમાં 8 વર્ષની બાળકી સાથે ગેંગરેપ અને હત્યાના કેસને લઈને રાજ્ય સરકારે ગઠબંધનની ભાગીદાર બંને રાજકીય પાર્ટીઓ વચ્ચે તણાવ વધ્યો હતો, જેના બાદમાં બીજેપીએ આવું પગલું ભર્યાનું સામે આવ્યું હતું. આ પહેલા કઠુઆના આરોપીઓના સર્મથનમાં રેલી કાઢનાર બે મંત્રીઓએ મહેબૂબા મુફ્તિના દબાણ બાદ રાજીનામું આપ્યું હતું.
First published: April 30, 2018, 9:36 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading