Home /News /national-international /જમ્મુ ગ્રેનેડ બ્લાસ્ટમાં એકનું મોત, બ્રિટનના NSAએ અજીત ડોભાલ સાથે કરી વાતચીત

જમ્મુ ગ્રેનેડ બ્લાસ્ટમાં એકનું મોત, બ્રિટનના NSAએ અજીત ડોભાલ સાથે કરી વાતચીત

જમ્મુના બસ સ્ટેન્ડ પર ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો.

પોલીસ અને સુરક્ષાળોએ બસ સ્ટેશનને ઘેરી લીધું છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

જમ્મુના બસ સ્ટેન્ડ પર ગ્રેનેડ બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું છે જ્યારે તેમાં 27 લોકો ઇજાગ્રસ્ત થયા છે. પોલીસે આ મામલામાં 15 સંદિગ્ધોને કસ્ટડીમાં લીધા છે. માનવામાં આવી રહ્યું છે કે આ ઘટના પાછળ અનેક આતંકી સામેલ હોઈ શકે છે.

ગ્રેનેડ બ્લાસ્ટમાં આતંકીઓના હાથ હોવાની આશંકા બાદ બ્રિટનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે અજીત ડોભાલ સાથે વાતચીત કરી છે. બ્રિટનના NSAએ અજીત ડોભાલને આતંકની વિરુદ્ધ લડાઈમાં સાથે ઊભા રહેવાનો વિશ્વાસ આપ્યો છે.

 ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા હુમલા બાદ જમ્મુમાં એલર્ટ આપવામાં આવ્યું હતું. જમ્મુના ભીડવાળા વિસ્તારોમાં ઘણી સુરક્ષા હતી પરંતુ તેમ છતાંય બસ સ્ટેન્ડ પર ગ્રેનેડ હુમલો થઈ ગયો. આ ઘટના બાદ સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઊભા થઈ રહ્યા છે. ડીજી સીઆઈએસઅફે જાણકારી આપી છે કે તમામ યૂનિટની સુરક્ષા વધારવામાં આવી છે.

 જોકે, બ્લાસ્ટના કારણ વિશે માહિતી નથી મળી શકી. પોલીસે જણાવ્યું કે આ ગ્રેનેડ હુમલો છે. જોકે, હજુ સુધી જાણી નથી શકાયું કે આ હુમલાની પાછળ કોણ છે.

 વિસ્ફોટ બાદ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા છે. જે દ્રશ્યો સામે આવ્યા છે એમાં સુરક્ષાકર્મીઓ ઘટનાસ્થળની સુરક્ષા કરતાં જોવા મળી રહ્યા છે, કારણ કે વિસ્ફોટ સ્થળ પર મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્ર થયા હતા.
First published:

Tags: J&K, Jammu and kashmir, આતંકવાદ, આતંકી

विज्ञापन