Home /News /national-international /J&K: પુલવામાના લસ્સીપોરામાં એન્કાઉન્ટર, લશ્કરના 4 આતંકી ઠાર

J&K: પુલવામાના લસ્સીપોરામાં એન્કાઉન્ટર, લશ્કરના 4 આતંકી ઠાર

પ્રતિકાત્મક ફોટો (પીટીઆઈ)

માનવામાં આવી રહ્યું છે કે હજુ વિસ્તારમાં ત્રણ આતંકવાદી છુપાયા હોઈ શકે છે

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના લસ્સીપોરામાં સોમવાર વહેલી પરોઢે આતંકવાદીઓ અને સુરક્ષા દળોની વચ્ચે ફાયરિંગ થયું. જેમાં લશ્કર-એ-તૈયબાના ચાર આતંકવાદી ઠાર મરાયા છે. હજુ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે. માનવામાં આવી રહ્યું છે કે હજુ વિસ્તારમાં ત્રણ આતંકવાદી છુપાયા હોઈ શકે છે.

સૂત્રોએ જણાવ્યું કે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના લસ્સીપોરા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળોની વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સીઆરપીએફની 44 આરઆર બટાલિયન, સેના અને એસઓજીએ આતંકવાદીઓ વિરુદ્ધ સંયુક્ત અભિયાન શરૂ કર્યું છે. સંયુક્ત અભિયાન હેઠળ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સમગ્ર વિસ્તારમાં તલાશી ચાલી રહી છે.

મળતા અહેવાલો મુજબ, પુલવામાના લસ્સીપોરામાં આતંકવાદીઓ છુપાયા હોવાની પાકી માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ આ અભિયાન શરૂ કર્યું. સુરક્ષા દળોએ આતંકવાદીઓને બહાર આવવા ક્યું, તે સમયે જ છુપાયેલા આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. તેની સામે સુરક્ષા દળોએ વળતી કાર્યવાહી કરી. સૂત્રોનું કહેવું છે કે વિસ્તારમાં હજુ બેથી ત્રણ આતંકવાદી છુપાયા હોઈ શકે છે.
First published:

Tags: J&K, Lashkar-e-Taiba, આતંકવાદ, આતંકી, એન્કાઉન્ટર

विज्ञापन