જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં આતંકવાદીઓ સામે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં મળતા સમાચાર મુજબ બે આતંકી ઠાર મરાયા છે. બડગામ જિલ્લાના ચરી શરીફમાં આતંકવાદીઓ વિરુદ્ધ 53 રાષ્ટ્રીય રાઇફલ્સ, બડગામ પોલીસ અને સીઆરપીએફ તરફથી ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
ત્રીજો આતંકવાદી હજુ છૂપાયો હોવાના કારણે એન્કાઉન્ટર હજુ ચાલી રહ્યું છે.
#UPDATE: 2 terrorists have been neutralised. Encounter is still underway between security forces and a third terrorist. More details awaited. https://t.co/I7ZnkbXM4E
ઉલ્લેખનીય છે કે, બે સપ્તાહ પહેલાં ત્રાલમાં થયેલા એક ભીષણ એન્કાઉન્ટરમાં તૌસીફ સહિત ત્રણ આતંકી માર્યા ગયા હતા. એન્કાઉન્ટર દરમિયાન આતંકીઓને બચાવવા માટે હિંસક થયેલા આતંકી સમર્થક તત્વો તથા સુરક્ષાકર્મીઓ વચ્ચે થયેલા ઘર્ષણમાં 11 લોકો ઘાયલ થયા હતા. હિંસા પર કાબૂ મેળવવા માટે સુરક્ષાદળોને હવામાં ફાયરિંગ કરવાની ફરજ પડી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર