Home /News /national-international /લખનઉથી જાણીતો બ્રાહ્મણ ચહેરો જ કેમ ઉતારવા માંગે છે પ્રિયંકા ગાંધી વાડ્રા

લખનઉથી જાણીતો બ્રાહ્મણ ચહેરો જ કેમ ઉતારવા માંગે છે પ્રિયંકા ગાંધી વાડ્રા

પ્રિયંકા ગાંધી વાડ્રા

આ વખતની લોકસભાની ચૂંટણી બીજેપી માટે સરળ નહીં હોય. કોંગ્રેસે લખનઉથી પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદને ચૂંટણી મેદાનમાં ઉતારવાની તૈયારી કરી લીધી છે.

  ન્યૂઝ18 ગુજરાતી : લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે રણનીતિ ઘડવામાં લાગી ગયા છે. આ તમામ ગતિવિધી વચ્ચે ઉત્તર પ્રદેશની લખનઉ બેઠક પર તમામ પાર્ટીની નજર ઠરી છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને વર્તમાન કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહની આ બેઠકને કોંગ્રેસ કબજે કરવા માંગે છે. 1991 બાદ આ બેઠક ભાજપનો ગઢ બની ગઈ છે.

  આ વખતની લોકસભાની ચૂંટણી બીજેપી માટે સરળ નહીં હોય. કોંગ્રેસે લખનઉથી પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદને ચૂંટણી મેદાનમાં ઉતારવાની તૈયારી કરી લીધી છે. સૂત્રોનું કહેવું છે કે પૂર્વ ઉત્તર પ્રદેશના પ્રભારી અને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા, ધૌરહરાથી જિતિન પ્રસાદને ટિકિટ દેવાની તૈયારી કરી રહી છે. ચૂંટણી રણનીતિકારોનું કહેવું છે કે જિતિન પ્રસાદને જો લખનઉના ધૌરહરામાંથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવે તો સમીકરણો બદલાઈ શકે છે.

  આ પણ વાંચો : લોકસભા ચૂંટણી: રાજનાથસિંહની સામે ચૂંટણી લડી શકે છે શત્રુઘ્ન સિન્હાની પત્ની

  જિતિન પ્રસાદ બ્રાહ્મણ છે. તેઓ શાહજહાંપુરના એક અગ્રણી રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમના પિતા સ્વર્ગસ્થ જિતેન્દ્ર પ્રસાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા. જિતિન પ્રસાદે વર્ષ 2004માં શાહજહાંપુરથી લોકસભાની પ્રથમ ચૂંટણી જીતી હતી. 2009માં થયેલી લોકસભાની ચૂંટણીમાં તેમણે નવી બનેલી ધૌરહરા બેઠક પરથી ચૂંટણી લડી હતી અને જીતી હતી. જોકે, 2014ના વર્ષમાં તેમનો જાદૂ ન ચાલ્યો અને તેમની હાર થઈ હતી.

  80 લોકસભાની બેઠકો વાળા ઉત્તર પ્રદેશની ધૌરહરા લોકસભા ચૂંટણી બેઠખ પર સાતમાં તબક્કામાં ચૂંટણી યોજાશે. લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ બહુ ઝડપથી તેમના નામની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રિયંકા ગાંધીએ પહેલા જ તેમના નામ પર મહોર મારી દીધી છે. ન્યૂઝ18ને સૂત્રોના હવાલેથી મળેલા સમાચાર પ્રમાણે જિતિન પ્રસાદ પાર્ટીના હાઇકમાન્ડના નિર્ણય સાથે જશે. પરંતુ અહીં એ જાણવું જરૂરી છે કે કોંગ્રેસ શા માટે ઈચ્છી રહી છે કે જિતિન પ્રસાદ ધૌરહરાથી જ ચૂંટણી લડે?

  જિતિન પ્રસાદ


  આ પાછળનું કારણ મતદારોની સંખ્યા અને સમીકરણ છે. ધૌરહરા બેઠક પરથી કોઈ બ્રાહ્મણ ચહેરાને ઉતારીને સવર્ણોના તેમના મતો મેળવી શકાય છે. કોંગ્રેસ આવું કરીને પાર્ટીની અંદર બ્રાહ્મણોનું નેવતૃત્વ અને સવર્ણોને આકર્ષિક કરવાનો પ્રયાસ કરવાનો સંદેશ ફેલાવવા માંગે છે. લખનઉ લોકસભા બેઠકમાં આશરે 19 લાખ વોટર્સ છે. જેમાંથી 33 ટકા વોટર્સે સવર્ણો છે. જેમાં એકલા બ્રાહ્મણો જ 14.5 ટકા છે. અન્ય પછાત જાતિની સંખ્યા લગભગ 19 ટકા, મુસ્લિમો 17 ટકા, અનુસૂચિત જાતિ 13 ટકા અને સાવ પછાત જાતિઓની સંખ્યા લગભગ 10 ટકા છે.

  સૂત્રોનું કહેવું છે કે ઉત્તર પ્રદેશમાં લખનઉ અને વારાણસી બેઠક માટે બીજેપીને હરાવવી કોઈ પણ પાર્ટી માટે સરળ નથી. આજ કારણ છે કે સપા અને બસપાના ગઠબંધન વચ્ચે કોંગ્રેસ કોઈ એવા ઉમેદવારને ઉતારવા માંગે છે જેનાથી ભાજપ પરેશાન થાય. પાર્ટીનું કહેવું છે કે શક્ય છે કે આ ચૂંટણીમાં પાર્ટીને એટલો ફાયદો ન મળે પરંતુ આગામી ચૂંટણીઓમાં બ્રાહ્મણ કાર્ડ તેમના માટે ફાયદાકારણ બની શકે છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Bharatiya Janata Party, Brahmin, Election 2019, Lok sabha election 2019, Priyanka Gandhi Vadra, અટલ બિહારી વાજપેયી, કોંગ્રેસ

  विज्ञापन
  विज्ञापन