કૉંગ્રેસ છોડી બીજેપીમાં જોડાયા જિતિન પ્રસાદ, UP ચૂંટણી પહેલા મોટો ઉલટફેર

કૉંગ્રેસ છોડી બીજેપીમાં જોડાયા જિતિન પ્રસાદ, UP ચૂંટણી પહેલા મોટો ઉલટફેર
ઉત્તર પ્રદેશના રાજકારણમાં કૉંગ્રેસના મોટા બ્રાહ્મણ ચહેરા તરીકે સ્થાપિત જિતિન પ્રસાદે બીજેપીનો કેસરિયો ખેસ ધારણ કર્યો

ઉત્તર પ્રદેશના રાજકારણમાં કૉંગ્રેસના મોટા બ્રાહ્મણ ચહેરા તરીકે સ્થાપિત જિતિન પ્રસાદે બીજેપીનો કેસરિયો ખેસ ધારણ કર્યો

  • Share this:
    નવી દિલ્હી. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કૉંગ્રેસ નેતા જિતિન પ્રસાદ (Jitin Prasada) ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ થઈ ગયા છે. દેશની રાજધાની દિલ્હી (Delhi) સ્થિત બીજેપીના હેડક્વાર્ટર ખાતે પ્રસાદ પાર્ટીમાં સામેલ થયા. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ (Piyush Goyal)એ જિતિન પ્રસાદને સભ્યપદ અપાવ્યું. આ દરમિયાન ગોયલે કહ્યું કે પ્રસાદના પાર્ટીમાં સામેલ થવાથી પાર્ટીને તાકાત મળશે.

    આ દરમિયાન પ્રસાદે કહ્યું કે આજે સંસ્થા તરીકે કામ કરનારી કોઈ પાર્ટી છે તો તે બીજેપી છે. બાકી પાર્ટી, વ્યક્તિ વિશેષ અને ક્ષેત્રીયતા સુધી સીમિત રહી ગઈ છે. પીએમ મોદી (PM Modi) નવા ભારતનું જે નિર્માણ કરી રહ્યા છે, તેમાં મને પણ નાનું યોગદાન આપવાની તક મળશે. કૉંગ્રેસનો ઉલ્લેખ કરતાં પ્રસાદે કહ્યું કે જો તમે કોઈ પાર્ટીમાં રહીને પોતાના લોકોનું કામ ન આવી શકતા હોય તો ત્યાં રહેવાનો શું ફાયદો. મને આશા છે કે બીજેપી સમાજસેવાનું માધ્યમ બની રહેશે.



    આ પણ વાંચો, પહેલા જ વરસાદમાં મુંબઈ થયું પાણી-પાણી, રસ્તા બન્યા તળાવ, રેલવેએ જાહેર કર્યું અલર્ટ

    બીજેપીમાં સામેલ થતા પહેલા જિતિન પ્રસાદે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) સાથે મુલાકાત કરી હતી. નોંધનીય છે કે , જિતિન પ્રસાદ એ 23 નેતાઓમાં સામેલ હતા, જેઓએ ગયા વર્ષે કૉંગ્રેસમાં સક્રિય નેતૃત્વ અને સંગઠનાત્મક ચૂંટણીની માંગને લઇને પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)ને પત્ર લખ્યો હતો. પત્ર સાથે જોડાયેલા વિવાદને લઈને ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લાની કૉંગ્રેસ કમિટીએ પ્રસ્તાવ પાસ કરીને તેમની વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી, જેને લઈને વિવાદ પણ થયો હતો.

    આ પણ વાંચો, Solar Eclipse 2021: કાલે છે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, જાણો સમય અને માન્યતાઓ

    જિતિન પ્રસાદ મનમોહન સરકારમાં મંત્રી હતા

    જિતિન પ્રસાદ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રહેલા જિતેન્દ્ર પ્રસાદના પુત્ર છે જેઓએ પાર્ટીમાં અનેક પદો પર પોતાની સેવાઓ આપી હતી. જિતિને 2004માં શાહજહાંપુરથી પહેલીવાર લોકસભા ચૂંટણી જીતી હતી અને તેમને તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહના નેતૃત્વવાળી યૂપીએ સરકારમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓએ 2009માં ધૌરહરાની બેઠક પર જીત નોંધાવી હતી. ત્યારબાદ તેઓએ UPA-2 સરકારમાં પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ, માર્ગ પરિવહન અને રાજમાર્ગ તથા માનવ સંસાધન વિકાસ રાજ્યમંત્રીની જવાબદારી સંભાળી.

    ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસનો મોટા બ્રાહ્મણ ચહેરાના રૂપમાં પોતાની ઓળખ સ્થાપિત કરનારા જિતિન પ્રસાદને 2014ની લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ તેઓએ ગત વિધાનસભા ચૂંટણીમાં તિલહર સીટથી કિસ્મત અજમાવી પરંતુ તેમાં પણ તેમને નિરાશા હાથ લાગી. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં પણ ધૌરહરાથી તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
    Published by:Mrunal Bhojak
    First published:June 09, 2021, 14:18 pm

    ટૉપ ન્યૂઝ