બીજેપી MLAની દીકરી સાથે લગ્ન કરનાર દલિત યુવક પર કોર્ટ બહાર હુમલો

યુગલના વકીલે જણાવ્યું કે, "બંને જ્યારે કોર્ટરૂમમાં પ્રવેશ કરી રહ્યા હતા ત્યારે પોલીસ સુરક્ષા હોવા છતાં અજિતેશ પર હુમલો કરવામાં આવ્યો હતો. ખાલી અજિતેશ પર જ હુમલો થયો હતો."

News18 Gujarati
Updated: July 15, 2019, 12:15 PM IST
બીજેપી MLAની દીકરી સાથે લગ્ન કરનાર દલિત યુવક પર કોર્ટ બહાર હુમલો
સાક્ષી, અજિતેશ
News18 Gujarati
Updated: July 15, 2019, 12:15 PM IST
ધારાસભ્યની દીકરી સાથે લગ્ન કરનારા દલિત યુવક અજિતેશ કુમાર પર આજે અલાહાબાદ હાઇકોર્ટ બહાર અજાણ્યા શખ્સે હુમલો કર્યો હતો. અજિતેશ કુમારે બીજેપીના ધારાસભ્ય રાજેશ મિશ્રા ઉર્ફે પપ્પૂ ભરતોલની દીકરી સાક્ષી મિશ્રા સાથે લગ્ન કર્યા છે. યુગલ હાલ પોલીસ સુરક્ષા હેઠળ છે ત્યારે અજિતેશ કુમાર પર હુમલો થયો છે. અજિતેશ અને સાક્ષી નોઇડાથી મુસાફરી કરીને અલાહાબાદ આવ્યા હતા.

યુગલના વકીલે જણાવ્યું કે, "બંને જ્યારે કોર્ટરૂમમાં પ્રવેશ કરી રહ્યા હતા ત્યારે પોલીસ સુરક્ષા હોવા છતાં અજિતેશ પર હુમલો કરવામાં આવ્યો હતો. ખાલી અજિતેશ પર જ હુમલો થયો હતો. હુમલો કોણે કરાવ્યો હતો તે કહેવાની જરૂર નથી. આનાથી સાબિત થાય છે કે બંનેના જીવ પર ખરેખર જોખમ છે, તેમને સુરક્ષાની જરૂર છે."

આ પણ વાંચો : અજિતેશના પિતાએ કહ્યું- 'બાળકો MLAના પગ પકડીને માફી માંગે'

હુમલા બાદ કોર્ટમાં ચાલેલી સુનાવણી દરમિયાન હાઇકોર્ટે અજિતેશ અને સાક્ષીના લગ્નને કાયદેસર ગણાવ્યા હતા. કોર્ટે સુનાવણી દરમિયાન યુવતીના પિતા તેમજ બીજેપીના ધારાસભ્ય રાજેશ મિશ્રા પ્રત્યે ગુસ્સો પ્રગટ કર્યો હતો, સાથે જ તંત્રને સૂચના આપી હતી કે યુગલને જરૂરી સુરક્ષા પુરી પાડવામાં આવે.

સાક્ષી મિશ્રા (ઉ.વ. 23), ઉત્તર પ્રદેશની બરેલીમાંથી ભાજપના સાંસદ રહેલા રાજેશ મિશ્રાની દીકરી છે. સાક્ષી અને દલિત યુવક અજીતેશ કુમારે (ઉ.વ. 29) ચોથી જુલાઈના રોજ પ્રયાગરાજના એક મંદિર ખાતે લગ્ન કર્યા હતા. સાક્ષીએ બાદમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને કોર્ટ પાસેથી સુરક્ષાની માંગણી કરી હતી. સાક્ષીએ વીડિયોમાં કહ્યું હતું કે તેને અને તેના પતિના જીવને તેના પિતા અને ભાઈથી જોખમ છે.
First published: July 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...