મોટી જાહેરાત, બાળકોની જવાબદારી ઉઠાવી રહેલા એેકલા અભિભાવકને ચાઇલ્ડ કેયર લીવ મળશે

News18 Gujarati
Updated: October 26, 2020, 10:57 PM IST
મોટી જાહેરાત, બાળકોની જવાબદારી ઉઠાવી રહેલા એેકલા અભિભાવકને ચાઇલ્ડ કેયર લીવ મળશે
જિતેન્દ્ર સિંહે એ પણ બતાવ્યું કે આવા સુધારામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્તિગત રસ બતાવ્યો હતો

જિતેન્દ્ર સિંહે એ પણ બતાવ્યું કે આવા સુધારામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્તિગત રસ બતાવ્યો હતો

  • Share this:
નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે (Dr Jitendra Singh) સોમવારે જાહેરાત કરી કે હવે સિંગલ મેલ પેરેન્ટ સરકારી કર્મચારી (single male parent) પણ ચાઇલ્ડ કેયર લીવની સુવિધા ઉઠાવી શકશે. જિતેન્દ્ર સિંહે કહ્યું કે ચાઇલ્ડ કેયર લીવની સુવિધા હાલ ફક્ત એવા જ કર્મચારીઓને મળશે જે સિંગલ પેરેન્ટ છે, વિધુર અને અવિવાહિત છે. આ નિર્ણયને અભૂતપૂર્વ અને પ્રગતિવાદી સુધાર બતાવતા કહ્યું કે આનાથી સરકારી કર્મચારીઓને મોટી સુવિધા મળશે. તેમણે એ પણ કહ્યું કે આ નિર્ણય સંબંધિત આદેશ કેટલા સમય પહેલા આપી દેવામાં આવ્યા હતા પણ કેટલાક કારણોસર સાર્વજનિક રીતે લોકો વચ્ચે પહોંચી શક્યો ન હતો.

આ પ્રાવધાનમાં વધારે છૂટ આપતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જે કર્મચારી વર્તમાન સમયમાં ચાઇલ્ડ કેયર લીક પર જવા માંગે છે તેને પહેલાથી અપ્રુવલ આપવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં તેમણે એ પણ કહ્યું કે જો તે કર્મચારી ચાઇલ્ડ કેયર લીવ પર રહેતા લીવ ટ્રાવેલ કન્સેસનનો લાભ પણ ઉઠાવી શકે છે. પ્રથમ વર્ષે બધી પેડ લીવને ચાઇલ્ડ કેયર લીવ તરીકે ઉપયોગ કરવામાં આવી શકે છે. બીજા વર્ષે કુલ પેડ લીવમાં 80 ટકા જ ચાઇલ્ડ કેયર લીવ તરીક ઉપયોગ કરવામાં આવી શકાશે.

આ પણ વાંચો - ટીમ ઇન્ડિયા કોરોના કાળમાં રમશે પ્રથમ શ્રેણી, આ યુવા ખેલાડીઓને મળી તક

જિતેન્દ્ર સિંહે વધુ એક સુધાર વિશે બતાવવા કહ્યું કે હવે દિવ્યાંગ બાળકની દેખરેખ માટે કોઈ સરકારી કર્મચારી ક્યારેય પણ ચાઇલ્ડ કેયર લીવ લઇ શકે છે. પહેલા આ માટે બાળકની અધિકતમ ઉંમર 22 વર્ષ નક્કી કરવામાં આવી હતી.

જિતેન્દ્ર સિંહે એ પણ બતાવ્યું કે આવા સુધારામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્તિગત રસ બતાવ્યો હતો. આ કારણે ઘણા નિર્ણય અલગ હટીને કરી શકાયા. તેમણે એ પણ જણાવ્યું કે 6 વર્ષ દરમિયાન સરકારે ઘણા સુધારવાદી પગલા ઉઠાવ્યા છે. આ બધા સુધારાનો ઉદ્દેશ્ય એ છે કે સરકારી કર્મચારી પોતાની ક્ષમતાનું શાનદાર પ્રદર્શન કરી શકે.
Published by: Ashish Goyal
First published: October 26, 2020, 10:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading