પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પરત લેવું મોદી સરકારનો આગામી એજન્ડા : જિતેન્દ્ર સિંહ

News18 Gujarati
Updated: September 11, 2019, 10:42 AM IST
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પરત લેવું મોદી સરકારનો આગામી એજન્ડા : જિતેન્દ્ર સિંહ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ (ફાઇલ તસવીર)

જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો હટાવવો તે મોદી સરકારના 100 દિવસની સૌથી મોટી ઉપલબ્ધિ : જિતેન્દ્ર સિંહ

  • Share this:
જમ્મુ : નરેન્દ્ર મોદી (Narendra Modi) સરકારમાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ (Jitendra Singh)એ કહ્યું, આર્ટિકલ 370 (Article 370)ને સમાપ્ત કર્યા બાદ અમારો આગામી એજન્ડા પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (Pakistan Occupied Kashmir)ને ભારતનું અભિન્ન અંગ બનાવવાનો છે. જિતેન્દ્ર સિંહે મંગળવારે કહ્યું કે, મોદી સરકારના બીજા કાર્યકાળના 100 દિવસોથી સૌથી મોટી ઉપલબ્ધિમાં જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત કરવાનો છે. તેઓએ દેશ વિરોધી કામ કરનારા લોકો અને તાકાતોને ચેતવણી આપતાં કહ્યું કે, આ માનસિકતા છે કે તમે કંઈ પણ કરીને બચી જશો. હવે તમે બચી નહીં શકો, રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ માટે આપને કિંમત ચૂકવવી પડશે.

પીવી નરસિંહ રાવ સરકારે પાસ કર્યો હતો સંકલ્પ

ઉધમપુર-કઠુઆ લોકસભા સીટથી સાંસદ જિતેન્દ્ર સિંહે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના વિષય પર કહ્યું કે, તે મારી કે મારી પાર્ટીની પ્રતિબદ્ધતા નથી પરંતુ તે 1994માં પીવી નરસિંહ રાવના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકાર દ્વારા સંસદથી સર્વસંમતિથી પાસ કરવાનો સંકલ્પ છે. આ એક સ્વીકાર્ય વલણ છે.

આર્ટિકલ 370 હટાવવા પર ભારતને સમગ્ર દુનિયાનું વલણ અનુકૂળ છે

આર્ટિકલ 370ની મોટાભાગની જોગવાઈઓ સમાપ્ત કરવા પર પાકિસ્તાન તરફથી શરૂ કરવામાં આવેલા દુષ્પ્રચાર અભિયાન સિંહે કહ્યું કે સમગ્ર દુનિયાનું વલણ ભારતને અનુકૂળ છે. તેઓએ કહ્યું કે, કેટલાક દેશ જે ભારતના વલણથી સહમત નથી, હવે તેઓ અમાર વલણથી સહમત છે. સિંહે કહ્યું કે, કાશ્મીરમાં સામાન્ય વ્યક્તિ સરકારથી મળનારા લાભોના કારણે ખુશ છે.

આ પણ વાંચો, ગુજરાતમાં ટ્રાફિક ભંગના નિયમ બદલાયા : જાણો પહેલા ક્યા ગુના બદલ કેટલો દંડ હતો?કાશ્મીરમાં કર્ફ્યૂ નહીં, માત્ર કેટલાક પ્રતિબંધો લાદેલા છે

કેન્દ્રીય મંત્રીએ પોતાની વાતના સમર્થનમાં કહ્યું કે, કાશ્મીર ન તો બંધ છે અને ન તો કર્ફ્યૂના ઓછાયા હેઠળ છે, પરંતુ ત્યાં માત્ર કેટલાક પ્રતિબંધો લાગેલા છે. સિંહે દેશ વિરોધી લોકોને ચેતવણી આપતાં કહ્યું કે, તેમને પોતાની માનસિકતાને બદલવી પડશે કે તેઓ કંઈ પણ કરીને સરળતાથી બચી જશે. આતંકીઓ દ્વારા સામાન્‍ય લોકોની હત્યા કરવા વિશે તેઓએ કહ્યું કે, તેમાં પાકિસ્તાનનો હાથ છે. તેઓએ સંવાદદાતાઓને જણાવ્યું કે, આપણે, કાશ્મીર કફ્યૂના ઓછાયા હેઠળ છે એન પૂરી રીતે બંધ છે, જેવા નિવેદનોની નિંદા કરવાની જરૂર છે. કાશ્મીર બંધ નથી. ત્યાં કફ્યૂ નથી. જો કફ્યૂ હોત તો લોોકને બહાર આવવા માટે કફ્યૂ પાસની જરૂર પડતી. તેઓએ કહ્યું કે, કાશ્મીરમાં ધીમે-ધીમે સ્થિતિ સામાન્ય થઈ રહી છે.

ઈન્ટરનેટ પર પ્રતિબંધ હટાવવા સરકાર તૈયાર

ઇન્ટરનેટ સેવા બંધ રાખવા વિશે જિતેન્દ્ર સિંહે કહ્યું કે, અમે ઇન્ટરનેટ સેવાને વહેલી તકે ચાલુ કરવા માંગીએ છીએ. તેના માટે પ્રયોગ રૂપે એક પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ સોશિયલ મીડિયા પર નકલી વીડિયો મૂકવામાં આવ્યા, તેથી નિર્ણયની ફરીથી સમીક્ષા કરવી પડી. તેઓએ વધુમાં કહ્યું કે, સરકાર આ પ્રતિબંધોને ખતમ કરવા અને ઇન્ટરનેટ પર પ્રતિબંધ હટાવવા ઈચ્છુક છે.

આ પણ વાંચો, પાકિસ્તાને દુનિયા સામે સ્વીકારી હકીકત, UNમાં કાશ્મીરને ગણાવ્યું ભારતનું રાજ્ય
First published: September 11, 2019
વધુ વાંચો
अगली ख़बर