Home /News /national-international /

જિયોન્યૂઝ: સૌથી તાજા અને નિયમિત સમાચાર મેળવવાનું શ્રેષ્ઠ સ્થળ

જિયોન્યૂઝ: સૌથી તાજા અને નિયમિત સમાચાર મેળવવાનું શ્રેષ્ઠ સ્થળ

જિયોન્યૂઝ

જિયોન્યૂઝ યુઝર્સના વાંચન અનુભવને વધારે વ્યક્તિગત બનાવે છે. યુઝર્સ તેના માટે ૧૨માંથી ગમે તે ભાષા પસંદ કરી શકે છે.

  મુંબઈ: જિયોએ ક્રાંતિકારી ડિજિટલ પ્રોડક્ટ જિયોન્યૂઝને મોબાઇલ એપ્લિકેશનનના સ્વરૂપમાં તેની વેબ આધારિત સર્વિસ (www.jionews.com) પરથી લોન્ચ કર્યુ છે. આ એપ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર બધા પર યુઝર્સ માટે ડાઉનલોડ કરવા ઉપલબ્ધ છે.

  જિયોન્યૂઝનો પ્રારંભ એવા સમયે કરવામાં આવ્યો છે, જ્યારે દેશમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી ૨૦૧૯, આઇપીએલ ૨૦૧૯, ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૯ યોજાઈ રહ્યાં છે તથા ભારત અને વિશ્વમાં અન્ય મહત્વની ઘટના બની રહી છે. યુઝર્સને જિયોન્યૂઝ પર સમાચાર મળશે. તે વાસ્તવમાં બ્રેકિંગ ન્યૂઝ, લાઇવ ટીવી, વિડીયો, સામાયિકો, અખબારો અને બીજી ઘણી બધી બાબતો માત્ર એક જ સ્થળે ઉપલબ્ધ બનશે.

  જિયોન્યૂઝ યુઝર્સના વાંચન અનુભવને વધારે વ્યક્તિગત બનાવે છે. યુઝર્સ તેના માટે ૧૨માંથી ગમે તે ભાષા પસંદ કરી શકે છે. દર સેકન્ડે ત્યાં બ્રેકિંગ ન્યૂઝ આવે છે, ૧૫૦ થી વધારે લાઇવ ન્યૂઝ ચેનલ્સ, ૮૦૦ કરતાં વધારે સામાયિકો, ૨૫૦ થી વધારે અખબારો, પ્રખ્યાત બ્લોગ્સ અને ભારતની અને વિશ્વની ન્યૂઝવેબસાઇટ દ્વારા જિયોન્યૂઝ યુઝર્સ માટે શક્ય તેટલું શ્રેષ્ઠ ન્યૂઝ કન્ટેન્ટ આપે છે.

  યુઝર્સ તેના હોમપેજ પરથી તેના રસના વિષયો જેવા કે રાજકારણ, સ્પોર્ટ્સ, મનોરંજન, બિઝનેસ, ટેકનોલોજી, લાઇફસ્ટાઇલ, ફેશન, કારકિર્દી, આરોગ્ય, જ્યોતિષ, નાણાકીય અને અન્ય બાબતો પસંદ કરીને એકદમ વ્યક્તિગત અનુભવ મેળવી શકે છે. સંકલિત એઆઇ અને એમ.એલ ટેક્નોલોજી દ્વારા જિયોન્યૂઝ હજારો અખબારી સ્ત્રોતોને સ્કેન કરીને યુઝર્સ સમક્ષ પ્રસ્તુત હોય તેવી જ વિષયવસ્તુ લાવે છે.

  યુઝર્સ જિયોન્યૂઝ દ્વારા ૧૫૦ કરતાં વધારે લાઇવ ટીવી ન્યૂઝ ચેનલ પર પસંદગી ઉતારી શકે છે, જેમાં સમગ્ર દેશની બધી અગ્રણી અને લોકપ્રિય ટીવી ન્યૂઝ ચેનલોનો સમાવેશ થયેલો છે. તેની સાથે બોલિવૂડ, ફેશન, હેલ્થ, ઓટોમોટિવ, ટેક્નોલોજી, સ્પોર્ટ્સ વગેરેનો છેલ્લામાં છેલ્લો ટ્રેન્ડિંગ વિડીયો પણ કોઈ જોઈ શકે છે.

  હવે જે લોકોને વાંચન પસંદ છે તેઓ વિવિધ કેટેગરીના ૮૦૦ કરતાં વધારે સામાયિકો પસંદ કરી શકશે. તેઓ સવારનો પ્રારંભ દેશના અગ્રણી દૈનિક અખબારો સાથે કરી શકે છે અને જિયોન્યૂઝ પર આવું ઘણું બધું છે.

  જિયોન્યૂઝે જિયોએક્સપ્રેસન્યૂઝ, જિયોમેગ્સ અને જિયોન્યૂઝ પેપરને સુગ્રથિત કરીને એક જ પ્લેટફોર્મ પર લાવીને તેની સાથે લાઇવ ટીવી અને વિડીયોની વધારાની ઓફર કરી છે. આ એપ્સના વર્તમાન યુઝર જિયોન્યૂઝ તરફ સ્થળાંતર થઈ શકશે અને તેઓએ અવિરત ધોરણે જિયોન્યૂઝના કન્ટેન્ટનો ઉપયોગ કરી શકસે. જિયો યુઝર્સ આમ હવે જિયોન્યૂજ એપ પર પ્રિમિયમ કહી શકાય તેવા ફીચર્સનો લાભ લઇ શકશે. નોન-જિયો યુઝર્સ આ એપ એક્સેસ કરવા માટે તેના ટ્રાયલ પીરિયડ દરમિયાન લોગ ઇન કરવું પડશે.

  આટલા કન્ટેન્ટ અને સ્વચ્છ ઇન્ટરફેસ સાથે જિયોન્યૂઝ તેના ડિવાઇસીસ પર કન્ટેન્ટના વપરાશનો અને તેને જોવાની શૈલી જ બદલી નાખશે. તેથી યોર ન્યૂઝ, યોર લેન્ગવેજને તે યોગ્ય રીતે ચરિતાર્થ કરે છે.

  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અંગેઃ

  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની કંપની છે અને ૩૧ માર્ચ ૨૦૧૮ના અંતે તેનું સંયુક્ત ટર્નઓવર ૪,૩૦,૭૩૧ કરોડ (૬૬.૧ અબજ ડોલર) છે, નફો ૫૬,૦૩૪ કરોડ (૮.૬ અબજ ડોલર) છે અને ચોખ્ખો નફો ૩૬,૦૭૫ કરોડ (૫.૫ અબજ ડોલર) હતો. રિલાયન્સની પ્રવૃત્તિઓ હાઇડ્રોકાર્બન એક્સ્પ્લોરેશન અને પ્રોડક્શન, પેટ્રોલિયમ રિફાઇનિંગ અને માર્કેટિંગ, પેટ્રોકેમિકલ્સ, રિટેલ અને ડિજિટલ સર્વિસિસ સુધી ફેલાયેલી છે.

  રિલાયન્સ ભારતમાં ખાનગી ક્ષેત્રની પ્રથમ કંપની છે જે ફોરચ્યુનના ગ્લોબલ ૫૦૦ લિસ્ટમાં વર્લ્ડ લાર્જેસ્ટ કોર્પોરેશનમાં સ્થાન પામી છે. હાલમાં તે આવકની રીતે ૧૪૮માં ક્રમે અને નફાની રીતે ૯૯માં ક્રમે છે. કંપની ૨૦૧૮ માટેના ફોર્બ્સ ગ્લોબલ ૨૦૦૦ રેન્કિંગમાં ૮૩મા ક્રમે છે અને ટોચની ભારતીય કંપનીઓમાં સ્થાન પામે છે. તે લિંક્ડઇન ટોપ કંપનીઝ વેર ઇન્ડિયા વોન્ટ્સ ટુ વર્ક નાઉ (૨૦૧૯)માં ટોચની દસમાં સ્થાન પામે છે.

  રિલાયન્સ ગ્રુપે જિયો બ્રાન્ડ હેઠળ ડિજિટલ કમ્યુનિકેશન્સ અને સર્વિસિસ શરૂ કરી છે, તે બેન્ચમાર્કને નવેસરથી વ્યાખ્યાયિત કરી રહી છે, નવા માઇલસ્ટોન્સ પ્રસ્થાપિત કરી રહી છે, તેણે અકલ્પની વપરાશે અને સર્વિસ મેટ્રિક્સના નવા જ માપદંડ પ્રસ્થાપિત કર્યા છે. ફોરચ્યુનના ‘ચેન્જ ધ વર્લ્ડ’ યાદીમાં જિયો તેવી કંપનીઓમાં સ્થાન પામે છે જેણે આ ધરતી પર પરિવર્તનમાં મદદ કરી છે અને મહત્વની સામાજિક અસર છોડી છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Jio, Jio News, Jio phone

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन