હવે Jio Tv પર જોઇ શકશો Live ક્રિકેટ મેચ, સ્ટારસ્પોર્ટ્સ સાથે પાંચ વર્ષનો કરાર

જિયોએ ટેલિકોમ સેક્ટરમાં પોતાના હરીફોને ફરી ધોબી પછાડ આપી છે. જિયોએ સ્ટારસ્પોર્ટ્સ ઇન્ડિયા સાથે ફરી પાંચ વર્ષના કરારની જાહેરાત કરી

જિયોએ ટેલિકોમ સેક્ટરમાં પોતાના હરીફોને ફરી ધોબી પછાડ આપી છે. જિયોએ સ્ટારસ્પોર્ટ્સ ઇન્ડિયા સાથે ફરી પાંચ વર્ષના કરારની જાહેરાત કરી

 • Share this:
  જિયોએ ટેલિકોમ સેક્ટરમાં પોતાના હરીફોને ફરી ધોબી પછાડ આપી છે. જિયોએ સ્ટારસ્પોર્ટ્સ ઇન્ડિયા સાથે ફરી પાંચ વર્ષના કરારની જાહેરાત કરી છે, આ કરારમાં જિયો યૂઝર્સ જિયો ટીવી પર હોટસ્ટારની મદદથી લાઇવ મેચનો આનંદ ઉઠાવી શકશે. બંનેએ વચ્ચે કરાર પર સહી થઇ ગઇ છે.

  જિયો ટીવી અને સ્ટાર ઇન્ડિયા સાથે થયેલા કરાર પ્રમાણે T20, વન ડે, ઇન્ટરનેશલ ટેસ્ટ ક્રિકેટ અને BCCIની ઘરેલુ પ્રીમિયર મેચ જિયો ટીવીમં લાઇવ જોઇ શકશો. આ અંગે આકાશ અંબાણીએ કહ્યું કે જિયો હંમેશા એક્સક્લૂસિવ કંટેન્ટ લાવે છે, આ વખતે જિયો ટીવી એપ માટે છે. ભારતમાં ક્રિકેટ માત્ર રમત જ નહીં પરંતુ તેની પૂજા થાય છે.

  ઉલ્લેખનીય છે કે જિયો ટીવીના માધ્યમથી જિયો યૂઝર્સ સુધી અનેક ટીવી ચેનલ્સ ની મોટી રેન્જ પહોંચાડે છે. જિયો ટીવીમાં યૂઝર્સને વિવિધ ભાષામાં ટીવી ચેનલ જોવા મળે છે. જિયો યૂઝર્સ માટે કંપની તેનું ફ્રી સબ્સક્રિપ્શન આપે છે.

  જિયો ટીવીમાં યૂઝર્સને 575થી વધુ ચેનલ જોવા મળે છએ, તો આ એપમાં યૂઝર્સને 60થી વધુ એચડી ચેનલ પણ જોવા મળે છે. ટીવી એપના માધ્યમથી તમે લાઇવ ટીવી ચેનલને પોઝ અને પ્લે કરી શકો છો. આવું કરવાથી તમે તમારો ફેવરિક પ્રોગ્રામ મિસ નહીં કરો.

  જિયો ટીવી એપમાં યૂઝર્સને પ્રોગ્રામ સર્ચ કરવા, શેર કરવાનો પણ વિકલ્પ મળે છે, અહીં તમે પોતાના શોને રિવાઇન્ડ કરી શકે છે. સાથે જ ચેનલ એપ કરી યૂઝર્સ છેલ્લા અને આગળના ચેનલ પર પણ જઇ શકે છે. અહીં હિન્દી, અંગ્રેજી સિવાય અન્ય ભાષાઓમાં પણ કન્ટેન્ટ મળે છે.
  Published by:Sanjay Vaghela
  First published: